જસદણમાં વધું 36 બેડની કોવિડ હોસ્પિટલ ખુલ્લી મુકાઈ

05 May 2021 01:48 PM
Jasdan Saurashtra
  • જસદણમાં વધું 36 બેડની કોવિડ હોસ્પિટલ ખુલ્લી મુકાઈ

જસદણમાં આજે મંગળવારે સવારે શહેરના કમળાપુર રોડ પર આવેલ મોડેલ સ્કૂલમાં કુલ મળી 36 બેડનું કોવિડ હેલ્થ સેન્ટર રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે ખુલ્લું મુકવામાં આવતાં ઠેરઠેર થી અભિનંદનની વર્ષા થઈ રહી છે જસદણમાં કોવિડ અંગે ના મૃત્યુંના સમાચાર દરરોજ વાયું વેગે પ્રસરતા લોકોમાં ભારે હતાશા છવાઈ છે ખાસ કરીને કેટલાંય પરિવારોમાં હજું આંસુ સુકાતાં નથી આવા માહોલ વચ્ચે આજે મોડેલ સ્કૂલમાં 30 બેડ ઓક્સિજન અને છ બેડ સામાન્ય દર્દીઓ માટે ખુલ્લા મુકાયેલ હતાં.હવે જસદણના લોકોને રાહત મળશે અત્રે ઉલ્લેખનીય છે કે જસદણ માટે કુંવરજીભાઈ બાવળીયા, ડો. ભરતભાઈ બોધરા, ડો.પંકજભાઈ કોટડીયા, યુવા ભાજપના વિજયભાઈ રાઠોડ, હરિભાઈ હિરપરા, અલ્પેશભાઈ, રૂપારેલિયા, જીજ્ઞેશભાઈ છાયાણી સહિતના ભાજપના અનેક કાર્યકરો લોકોની મદદમાં છે.


Related News

Loading...
Advertisement