સુરેન્દ્રનગરમાં કોરોનાની વેકસીનની અછત : બીજા ડોઝ માટે કરવી પડશે પ્રતિક્ષા

05 May 2021 02:25 PM
Surendaranagar Saurashtra
  • સુરેન્દ્રનગરમાં કોરોનાની વેકસીનની અછત : બીજા ડોઝ માટે કરવી પડશે પ્રતિક્ષા
  • સુરેન્દ્રનગરમાં કોરોનાની વેકસીનની અછત : બીજા ડોઝ માટે કરવી પડશે પ્રતિક્ષા
  • સુરેન્દ્રનગરમાં કોરોનાની વેકસીનની અછત : બીજા ડોઝ માટે કરવી પડશે પ્રતિક્ષા
  • સુરેન્દ્રનગરમાં કોરોનાની વેકસીનની અછત : બીજા ડોઝ માટે કરવી પડશે પ્રતિક્ષા

હાલ માત્ર 4પ વર્ષથી ઉપરના લોકોને અપાઇ રહી છે કોરોનાની રસી : લેબોરેટરીમાં વપરાશમાં આવતી વસ્તુઓના ભાવો બમણા થયા : સુરેન્દ્રનગરમાં વધુ 14ના મોત : તા.1ર સુધી રાત્રી કફર્યુ યથાવત

(તસ્વીર / અહેવાલ : ફારૂક ચૌહાણ - વઢવાણ) વઢવાણ, તા.5
સુરેન્દ્રનગરમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને કેસની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે ત્યારે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં કોરોના સંક્રમણથી બચવા માટે પ્રથમ તબક્કામાં સરકાર દ્વારા કોરોના ની રસી લેવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી હતી અને સુરેન્દ્રનગર જિલ્લાના લોકો દ્વારા કોરોના ની રસી હોસ ભેર લેવામાં પણ આવી હતી ત્યારે કોરોના ની રસી નો પ્રથમ ડોઝ લીધા બાદ 28 દિવસ ના સમયગાળા બાદ બીજો ડોઝ લેવાનો હોય છે પરંતુ હાલની પરિસ્થિતિમાં ગુજરાત રાજ્યમાં કોરોના ની રસી ની અછત હોવાના પગલે સુરેન્દ્રનગર અને પૂરતી સંખ્યામાં રશી મળી રહી નથી.


ઉલ્લેખનીય છે કે હાલમાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં કોરોના ની રસીકરણના કાર્યક્રમો બંધ રાખવામાં આવ્યા છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગને રોજના 700 રોજ રસીના ડોઝ આપવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં પરિસ્થિતિ એવી છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ રસીનો ડોઝ લીધા બાદ બીજા ડોઝ નો સમય ગાળો થઇ ગયા હોવાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલમાં લોકો દ્વારા કોરોના ની રસી નો બીજો ડોઝ લેવા માટે લોકો જઈ રહ્યા છે.


સરકારમાંથી કોરોનાની રસીનો લિમિટેડ જથ્થો ફાળવવામાં આવતો હોવાના કારણે હાલમાં જિલ્લામાં કોરોના ની રસીકરણ બીજો ડોઝ આપવાનો બંધ કરવામાં આવ્યો છે પ્રાથમિક તબક્કામાં 18 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને પણ રસીકરણ બંધ કરવામાં આવ્યું છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના ની રસી નો બીજો ડોજ જિલ્લાની જનતાને આપવા ના આવતા લોકો રોસ ઠાલવી રહયા છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હોબાળા થતા હોય તેવા દ્રશ્યો સર્જાય રહ્યા છે.


હાલની પરિસ્થિતિમાં સરકાર દ્વારા જ આરોગ્ય વિભાગને કોરોના ની રસી પૂરતા પ્રમાણમાં ફાળવવામાં આવતા 45 વર્ષથી ઉપરના લોકો ને જ કોરોના ની રસી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તથા હોસ્પિટલોમાં આપવામાં આવી રહી છે ત્યારે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં એક તરફ કોરોના સંક્રમણ અને માથું ઉચક્યું છે ત્યારે પ્રથમ તબક્કામાં સરકાર દ્વારા જિલ્લાની જનતાને કોરોના ની રસી લેવા માટે અપીલ કરવામાં આવતી હતી ત્યારે હાલના તબક્કામાં રસીની અછત સર્જાતા ની સાથે જ લોકો રસી લેવા તો જઈ રહ્યા છે પરંતુ રસી ના હોવાના કારણે પરત ફરી રહ્યા છે.


રસી અને માસ્કની અછત સર્જાઇ
સુરેન્દ્રનગરમાં એક તરફ કોરોના સંક્રમણ માથું ઉચકી રહ્યો છે ત્યારે જિલ્લામાં કોરોના સંક્રમણ ના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે કાલે પણ સુરેન્દ્રનગરમાં કોરોના સંક્રમણ ના 82 પોઝિટિવ કેસો નોંધાવા પામ્યા છે ત્યારે ઉલ્લેખનીય છે કે કોરોના ના કપરા સમયમાં પહેલા બેડ ત્યારબાદ ઇન્જેક્શન ત્યારબાદ ઓક્સિજન અને હાલમાં કોરોના થી બચવા માટેની રસી ની અછત સુરેન્દ્રનગરમાં સર્જાઇ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં આરોગ્ય વિભાગને કોરોના ની રસી પૂરી પાડવામાં આવતા સુરેન્દ્રનગરમાં હાલમાં કોરોના ની રસીકરણ બંધ કરવામાં આવ્યું છે ફક્ત 45 વર્ષથી ઉપરના લોકો ને જ કોરોના ની રસી આપવામાં આવી રહી છે.બીજી તરફ સુરેન્દ્રનગરમાં હાલમાં કોરોના સંક્રમણ વધતું જઈ રહ્યું છે જેને લઇને લોક જાગૃતિ અંગે લોકો ફરજિયાત પણે માસ્ક બાંધી રહ્યા છે ત્યારે હાલમાં માસ્ક ના ભાવ આસમાને પહોંચી જવા પામ્યા છે ત્યારે કોરોનાની પરિસ્થિતિમાં સામાન્ય માસ્ક પહેલા 1.50 રૂપિયા નું એક નંગ આપવામાં આવતું હતું. જેના ભાવ વધીને આજકાલ હોલસેલમાં 3.50 રૂપિયા થઈ જવા પામ્યા છે. તે છતાં પણ સુરેન્દ્રનગરમાં હાલમાં હોલસેલ માસ્ક મેળવવા માટેની અછત સર્જાઈ જવા પામી છે.


લેબોરેટરીમાં વપરાશમાં આવતી વસ્તુઓના ભાવો બમણા
સુરેન્દ્રનગરમાં એક તરફ કોરોના સંક્રમણ વધતું જઈ રહ્યું છે ત્યારે કોરોનાના આ સમયગાળામાં અને વપરાશમાં આવતી લેબોરેટરીની ચીજ વસ્તુઓના ભાવો વધી જવા પામ્યા છે ત્યારે ઉલ્લેખનીય છે કે લેબોરેટરીમાં વપરાશ હતા મોજા ટેસ્ટિંગ ટ્યુબો ઇન્જેક્શન તથા લેબોરેટરી માં વપરાતા તમામ ચીજવસ્તુના ભાવો બમણા થઈ જવા પામ્યા છે જેને લઈને હાલમાં લેબોરેટરી ના સંસાધનોમાં પણ ફુગાવાજન્ય પરિસ્થિતિ સર્જાઈ જવા પામી છે ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં સરકાર દ્વારા આ બાબતે ધ્યાન આપી અને યોગ્ય જથ્થો લેબોરેટરીમાં વપરાશ થતા વસ્તુઓનો ફાળવણી કરવામાં આવે તે હવે જરૂરી બન્યું છે.


વધુ 14 લોકોના મોત
સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ કોરોના સંક્રમણ વધતું જઈ રહ્યું છે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરમાં વહેલી સવારથી લઈ અને દસ વાગ્યા સુધીમાં 14 લોકોના મોત નીકળી જવા પામ્યા છે શહેરની ગાંધી હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં સારવાર લઈ રહેલા 14 દર્દીઓના મોત નિપજતાં તેમના અગ્નિસંસ્કાર સુરેન્દ્રનગર ના સમશાન સાથે કરવામાં આવ્યા છે ત્યારે વધુ 14 લોકોના મોત નીપજતા હાહાકાર મચી જવા પામ્યો છે.


સુરેન્દ્રનગરમાં રાત્રી કર્ફ્યુ 12 મે સુધી યથાવત રહેશે
સુરેન્દ્રનગરમાં એક તરફ કોરોના સંક્રમણ માથુ ઉચકી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટેના નિયમો કડક બનાવવામાં આવ્યા છે સુરેન્દ્રનગરમાં રાત્રી કર્ફ્યુ યથાવત રાખવામાં આવ્યું છે અને તેની મુદત વધારી અને 12 મે સુધી કરી દેવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં રાત્રીના આઠ વાગ્યા થી 06:00 સુધી 12 મે સુધી તમામ વસ્તુઓ બંધ રાખવા માટે સરકારે નિર્ણય કર્યો છે બીજી તરફ જિલ્લામાં કોરોના સંક્રમણ સતત વધતા ધંધા-રોજગાર બંધ રાખવા પણ સરકારે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે બીજી તરફ આવશ્યક ચીજવસ્તુ ની દુકાનો ખુલ્લી રાખવા માટે સરકારે નિર્ણય કર્યો છે આગામી દિવસોમાં જિલ્લામાં કોરોના સંક્રમણ અટકે તે હેતુથી સરકારે હાલમાં ચિંતિત બની છે.


Related News

Loading...
Advertisement