ત્રીજી વખત પશ્ચિમ બંગાળનું શાસન સંભાળતા મમતા બેનર્જી

05 May 2021 02:54 PM
India Politics
  • ત્રીજી વખત પશ્ચિમ બંગાળનું શાસન સંભાળતા મમતા બેનર્જી
  • ત્રીજી વખત પશ્ચિમ બંગાળનું શાસન સંભાળતા મમતા બેનર્જી

મમતા સંવિધાન મુજબ ચાલશે તેવી આશા : રાજયપાલ ધનખંડની ટકોર :રાજભવનમાં શપથવિધિ : એકતા મમતાએ જ શપથ લીધા : ફરી મમતા અને રાજયપાલ વચ્ચેનો તનાવ નજરે ચડયો

કોલકત્તા તા.5
પશ્ચિમ બંગાળમાં પ્રચંડ બહુમતી સાથે ફરી સત્તા પર આવેલા તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ આજે રાજયના મુખ્યમંત્રી તરીકે ત્રીજી વખત શપથ લીધા હતા. હાલની મહામારીની સ્થિતિ જોતા રાજભવન ખાતે અત્યંત સાદગીભર્યા સમારોહમાં આ શપથ વીધી યોજાઇ હતી અને રાજયપાલ જયદિપ ધનખડે મમતાને હોદા અને ગુપ્તતાની શપથ લેવડાવ્યા હતા. તથા આજની શપથવિધિમાં એક માત્ર મુખ્યમંત્રીએ શપથ લીધા છે. મમતા તેમનું મંત્રી મંડળનું વિસ્તરણ હવે કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવીટ કરીને પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે ફરી શાસન સંભાળવા બદલ મમતા બેનર્જીને અભિનંદન અને શુભેચ્છા વ્યકત કરી હતી. જો કે શપથવિધિ બાદ રાજયપાલ ધનખડ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચેનો તનાવ ફરી એક વખત સામે આવી ગયો હતો. રાજયપાલે મમતા બેનર્જીને પોતાની નાની બહેન બતાવી હતી અને રાજયમાં કાનૂન વ્યવસ્થાની સ્થિતિ પર ઘ્યાન આપવા જણાવ્યું હતું. ઉપરાંત તેઓએ આશા વ્યકત કરી કે મમતા બેનર્જી બંધારણ મુજબ ચાલશે. બીજી તરફ મમતા બેનર્જીએ જો કે રાજયમાં કોરોના સંક્રમણને ડામવાની તેમની પ્રાથમિક જાહેર કરી હતી. ઉ5રાંત તેમણે કહ્યું હતું કે જે કંઇ હિંસા થઇ છે તેના જવાબદારો સામે આકરે હાથે કામ લેવાશે.


Related News

Loading...
Advertisement