સરકારની ઇમેજ સુધારો : અધિકારીઓને કેન્દ્રીય મંત્રીનો સ્પષ્ટ સંદેશ

05 May 2021 02:57 PM
India Politics Top News
  • સરકારની ઇમેજ સુધારો : અધિકારીઓને કેન્દ્રીય મંત્રીનો સ્પષ્ટ સંદેશ

વેકસીન માટે લોકોને પ્રોત્સાહિત કરવા હવે સેલીબ્રીટીઓનો પણ ઉપયોગ કરાશે :માહિતી પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કોરોના પરિસ્થિતિ સુધારવાના બદલે સરકારની છબી સુધારવા પર જોર આપ્યું : ટોચના 300 જેટલા કેન્દ્રીય અધિકારીઓની પાઠશાળા યોજાઇ : લોકો વચ્ચે પોઝીટીવ સંદેશ મોકલવા સૂચના

નવી દિલ્હી તા.5
કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાની પરિસ્થિતિ સંભાળવામાં નિષ્ફળતા જેવી સ્થિતિ બનાવાઇ રહી છે તેવા દેશભરમાંથી મળી રહેલા સંકેતો વચ્ચે આજે કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર તથા માય ગર્વનન્સના સીઇઓ અભિષેકસિંહની હાજરીમાં 300થી વધુ ટોચના અધિકારીઓને કેન્દ્ર સરકારની ઇમેજ સુધારવા માટે જણાવાયું હતું. દેશમાં કોરોનાની સ્થિતિ સતત વણસી રહી છે અને સરકાર પર ભીંસ વધી છે તે સમયે જાવડેકરે અધિકારીઓને સલાહ આપી સરકારના સકારાત્મક મુદાઓ તથા ઉપલબ્ધીઓ લોકો વચ્ચે પહોંચાડવી જોઇએ અને એ સંદેશ આપવો જોઇએ કે કેન્દ્ર સરકાર સંવેદનશીલતાની સાથે ઝડપી નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે

અને તે કર્મઠ પણ છે. 50 મિનિટ ચાલેલી આ વર્ચ્યુઅલ બેઠકમાં જાવડેકર અધિકારીઓને સતત સલાહ આપતા નજરે પડયા હતા અને કોરોના સંક્રમણના કારણે સરકારની જે બદનામી થઇ રહી છે તેના સંદર્ભમાં આડકતરી રીતે સરકારની ઇમેજ સુધારવા અપીલ કરી હતી. સરકારના અનેક અધિકારીઓને હકારાત્મક ખબરો પર વધુ ઘ્યાન આપવા જણાવાયું હતું. વર્કશોપમાં સામેલ એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું કે પ્રાઇસ ઇન્ફોર્મેશન બ્યુરો કે પ્રેસનોટ જેવી જૂની વ્યવસ્થા હવે કારગડ નીવડે તેમ નથી. વધુને વધુ પોઝીટીવ તસવીરો અને વિડીયો લોકો વચ્ચે પહોંચે તે જોવુ જોઇએ. તથા સરકારે હવે વેકસીનેશન માટે જોર આપવા દેશના પ્રભાવશાળી અને સેલીબ્રીટી જેવા વ્યકિતઓનો ઉપયોગ કરવા પણ નિર્ણય લીધો છે. જેઓ લોકોને વેકસીનેશન માટે અપીલ કરશે.


Related News

Loading...
Advertisement