જાણીતા શેફ સંજીવ કપુરની અમદાવાદ સિવિલમાં તબીબો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા

05 May 2021 04:19 PM
Ahmedabad
  • જાણીતા શેફ સંજીવ કપુરની અમદાવાદ
સિવિલમાં તબીબો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા

સિવિલ સુપ્રી. ડો. જે.વી.મોદીએ શેફ સંજીવકપુરની સેવા બિરદાવી

અમદાવાદ તા.5
કોરોના મહામારીમાં અનેકવિધ સંસ્થાઓ હાલની વિકટ પરિસ્થિતિમાં મદદરૂપ થવા માટે આગળ આવી રહી છે ત્યારે અમદાવાદ સિવિલમાં હોસ્પીટલમાં રાઉન્ડ ધ કલોક સેવા આપતા તબીબોને મદદરૂપ થવા જાણીતા શેફ સંજીવકપુરે ત્રણ ટાઈમ નિ:શુલ્ક ભોજન આપવાની વ્યવસ્થા કરી છે.કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં રાઉન્ડ ધ કલોક સેવા આપી રહેલા તબીબોને સમયસર સ્વસ્થ અને ગુણવતાયુક્ત ભોજન મળી રહે તે માટે શેફ સંજીવકપુરે 12 શેફની નિમણુંક કરી તબીબોને ગુણવતાયુક્ત સારી ભોજન વિનામૂલ્યે પૂરુ પાડી રહ્યા છે. શેફ સંજીવ કપુરે બે દિવસ અગાઉ સિવિલના તબીબોને વિનામૂલ્યે ભોજન આપવાનો પ્રસ્તાવ મુકયો હતો જેનો સિવિલ હોસ્પીટલના સુપ્રી. ડો. જે.વી.મોદીએ સ્વીકાર કર્યો હતો સાથે તેમની ભાવના સેવાને બિરદાવી હતી.


Loading...
Advertisement