ગ્રામીણ વિસ્તારોમાં તો આરોગ્ય તંત્ર સંપૂર્ણ ઘ્વંશ : નથી ટેસ્ટ, નથી સારવારની વ્યવસ્થા : પરેશ ધાનાણીનો આક્રોશ

05 May 2021 05:08 PM
Gujarat
  • ગ્રામીણ વિસ્તારોમાં તો આરોગ્ય તંત્ર સંપૂર્ણ ઘ્વંશ : નથી ટેસ્ટ, નથી સારવારની વ્યવસ્થા : પરેશ ધાનાણીનો આક્રોશ
  • ગ્રામીણ વિસ્તારોમાં તો આરોગ્ય તંત્ર સંપૂર્ણ ઘ્વંશ : નથી ટેસ્ટ, નથી સારવારની વ્યવસ્થા : પરેશ ધાનાણીનો આક્રોશ

મુખ્યમંત્રી સમક્ષ ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાની સ્થિતિ અંગે આકરી ભાષામાં 33 મુદાઓ રજૂ કરતી કોંગ્રેસ :સરકાર એમબીબીએસ તબીબોના આધારે ગ્રામીણ લોકોને કોરોના મુકત થવા જણાવ્યું છે : ફેફસા અને શ્વાસના રોગોના નિષ્ણાંતોની તાકીદે જરૂર : સારવારમાં વિલંબથી મૃત્યુઆંક અત્યંત ઉંચો હોવાનો ધ્રુજારો વ્યકત કરતા વિપક્ષી અગ્રણીઓ :શી-પ્લેનની ચિંતા થાય છે પણ ગામડામાં એમ્બ્યુલન્સ પણ પહોંચતી નથી : અરીસો બતાવતા આગેવાનો : ઓકસીજન અને રેમડેસીવીરના અભાવે ગામડાના લોકો તરફડીને મરી રહ્યા છે : કરૂણ દ્રશ્યોની કલ્પના પણ થઇ શકે તેમ નથી : આકરી રજુઆત :પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના ધારાસભ્યો મુખ્યમંત્રીને મળ્યા : સરકાર નહી જાગે તો કોંગ્રેસ રોડ પર આવશે : ચીમકી

ગાંધીનગર તા.5
ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ અંગે આજે વિપક્ષ આકરા પાણીએ મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરતા જણાવ્યું કે બીજી વેવની ચેતવણી છતાં સરકાર કોઇ આગોતરી તૈયારી વગર જ બેઠી રહી હતી. આરટી-પીસીઆર સહિતના ટેસ્ટ ઘટાડીને ગુનાહીત બેદરકારી બતાવી છે. એટલુ જ નહી ગ્રામીણ વિસ્તારોમાં કોરોના છેક સુધી પ્રસરી ગયો છતાં પણ સરકારે તે માટે કોઇ ચિંતા કરી ન હતી.વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં આજે કોંગ્રેસના ધારાસભ્ય મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરવા ગયા હતા અને સીધો આક્ષેપ કર્યો હતો કે રાજયમાં આરોગ્ય વ્યવસ્થા સંપૂર્ણ ઘ્વંશ થઇ ગઇ છે. શહેરો કરતા ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ કરૂણ છે. ટેસ્ટ અને નિદાનની સુવિધા ન હોવાથી લોકો ગંભીર બને ત્યાં સુધી જાણ થતી નથી. ગ્રામ્ય વિસ્તારને તબીબોને ફેફસા કે તેને લગતી ગંભીર બિમારીનો અનુભવ ન હોય અને સરકારે નિષ્ણાંતોને મોકલ્યા ન હોય, માનવ જીંદગી તરફડી રહી છે. સરકાર પાસે શી-પ્લેટનના ઉદઘાટનનો સમય છે.

એર એમ્બ્યુલન્સ વસાવાઇ છે પરંતુ ગામડામાં સામાન્ય એમ્બ્યુલન્સ મળતી નથી. ઓકસીજન, રેમડેસીવીર ઇન્જેકશન વગેરેનું આગોતરૂ આયોજન થયુ હોત તો ગુજરાતમાં સેંકડો જીવો બચાવી શકયા હોત, એપ્રિલ 2020માં ભારત સરકારે ગુજરાતમાં ઓકસીજન પ્લાન્ટ ઉભા કરવા જણાવ્યું હતું. પરંતુ રાજયમાં આગ લાગી ત્યારે કુવો ખોદવાનો રિવાજ છે. વિપક્ષી નેતાઓએ સરકારને ચેતવણીના શબ્દોમાં 33 મુદ્દાઓનું આવેદન આપ્યું હતું અને જણાવ્યું કે સરકાર જો આ કામગીરીમાં નિષ્ફળ જશે તો કોંગ્રેસ પક્ષ રોડ પર આવતા ખચકાશે નહી. શ્રી ધાનાણી અને કોંગ્રેસના સભ્યોએ વેકસીનેશનમાં ગામડાઓને તો સાવ ભુલાય જ ગયા હોવાનું જણાવીને તાત્કાલીક ગ્રામીણ ક્ષેત્રમાં વેકસીનેશન શરૂ કરવા માંગણી કરી હતી.


મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ વિપક્ષી નેતા પરેશ ધાનાણી અને અન્ય નેતાઓએ 33 જેટલા અલગ-અલગ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી હતી.ગજરાત પ્રદેશ કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથેની બેઠકના અંતે આયોજિત પત્રકાર પરિષદમાં વિસ્તૃત વિગતો આપતાં જણાવ્યું હતું કે આજે વિજયભાઈ રૂપાણી સમક્ષ ગામડાઓમાં કથળતી જતી સ્થિતિ અંગેના 33 જેટલા મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી છે જોકે વિજયભાઈ રૂપાણીએ કોંગ્રેસ સાથે તમામ મુદ્દાઓની સમીક્ષા પણ કરી હતી અને આવનાર દિવસોમાં આ અંગે પરેશભાઇ ધાનાણીએ જણાવ્યું હતું કે વિજયભાઈ રૂપાણી સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી છે કે રાજ્ય સરકાર વાયરલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાત્કાલિક રચના કરે જેને કમિટીની ડિમાન્ડ મુજબ દવા ઓક્સિજન સહીતની આરોગ્યલક્ષી સેવાઓ ની વ્યવસ્થા ઉભી કરવા માટે રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.આ તબક્કે સરકાર પર પ્રહાર કરતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે આજે ગુજરાતના ાવભ અને ભવભ સેન્ટરોમાં કોરોના ની પૂરતી સારવાર ઉપલબ્ધ બનતી નથી એટલું જ નહીં નાગરિકો પોતાના જીવ ગુમાવી રહ્યા હોવાનો સીધો આક્ષેપ કર્યો હતો આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે સરકાર ગ્રામ્ય કક્ષાએ પ્રાઇમરી વેન્ટિલેટર ઉપલબ્ધ કરાવે સાથે-સાથે આર ટી સી આર ટેસ્ટનો દર્પણ વધારે ઉપરાંત તાલુકા કક્ષાએ કોરોના સંક્રમિત દર્દીઓને વિનામૂલ્યે સીટીસ્કેન અને ડી ડાયમર ટેસ્ટ ની સુવિધા તાત્કાલિક ઉભી કરાવે તેવી રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.


આ તબક્કે વિપક્ષી નેતાએ એવી ચીમકી ઉચ્ચારી હતી કે રાજ્ય સરકાર આજની બેઠક ભાગ હકારાત્મક અભિગમ નહીં અપનાવે તો આવનાર દિવસોમાં કોંગ્રેસ આક્રમકતાથી રોડ ઉપર આવીને વિરોધ પ્રદર્શિત કરાશે ઉલ્લેખનીય છે કે દર્દીઓના થતા મોત પાછળ કોણ જવાબદાર છે તેવા પ્રશ્નનો ઉત્તર આપતાં વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે પ્રજા સાથે વાયદા કરનારી સરકાર વ્યવસ્થામાં નિષ્ફળ નીવડી છે જેના કારણે લોકો સારવારના અભાવે મૃત્યુ તરફ ધકેલાઈ ગયા છે તો બીજી તરફ એમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના 65 ધારાસભ્યોએ અંદાજિત 100 કરોડો રૂપિયાની ગ્રાન્ટ આરોગ્ય માટે વાપરવા માંગે છે. આ ઉપરાંત તમામ ધારાસભ્યો સમગ્ર વર્ષ દરમિયાન ધારાસભ્યને મળવાપાત્ર ગ્રાન્ટ આરોગ્ય માટે વાપરે એવો અનુરોધ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે.


Related News

Loading...
Advertisement