મારૂ કામ કોરોનામુકત પણ દવા કયાં? કેબીનેટમાં ખુદ રાજયમંત્રીએ પ્રશ્ન ઉઠાવ્યો

05 May 2021 05:52 PM
Gujarat
  • મારૂ કામ કોરોનામુકત પણ દવા કયાં? કેબીનેટમાં ખુદ રાજયમંત્રીએ પ્રશ્ન ઉઠાવ્યો

મુખ્યમંત્રીની હાજરીમાં જ ‘પોલ ખોલ’! : ગામડાઓમાં સંક્રમીતો માટે દવા જ પહોંચતી નથી

ગાંધીનગર તા.5
ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે રાજ્ય સરકાર દ્વારા મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોરોના નો કહેર વધી ગયો છે ત્યારે ગ્રામજનોને યોગ્ય સારવાર મળી રહે અને ગામડામાં સંક્રમિત થયેલો દર્દી શહેરી વિસ્તારમાં વળે નહીં તે માટે આ અભિયાન થકી વ્યવસ્થા સરકાર દ્વારા ઉભી કરવામાં આવી હતી ગામડાઓમાં દવાની અછતનો મામલો સામે આવતા ફરિયાદ કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

કોરોનાની મહામારીમાં ગામડાઓ ની વર્તમાન સ્થિતિ , દવાઓની અછત તેમજ મારૂં ગામ કોરોના મુક્ત ગામ અભિયાન ની સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ની અધ્યક્ષતામાં મળેલી આજની કેબિનેટ બેઠકમાં આરોગ્ય વિભાગ અને સંલગ્ન વિભાગના મંત્રીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથેની ચર્ચામાં શ્રમ અને રોજગાર વિભગના કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરે કોરોનાની દવાઓની અછત મુદ્દે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ બેઠક મા રજૂઆત કરી હતી.

અને ગામડાઓ માટે પૂરતી દવાઓ ઉપલબ્ધ નહીં હોવાનું મુખ્યમંત્રી સમક્ષ જણાવ્યું હતું. જોકે આ મુદ્દે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ તેમજ આરોગ્ય કમિશ્નરને મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ તાત્કાલિક મુદ્દાનું નિરાકરણ કરવા કડક સૂચના આપી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ઉપરાંત મુખ્યમંત્રી વિજય ભાઈ એ જન ભાગીદારી થી શરૂ કરેલ અભિયાન મારુ ગામ કોરોના મુક્ત ગામ સંદર્ભે પણ સમીક્ષા કરી હતી.

જેમાં તમામ મંત્રીઓ તેમજ અલગ અલગ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ને સ્પષ્ટ સૂચના આપી હતી કે કોરોના ઉપર અંકુશ મેળવવા મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનને ગામડે ગામડે વેગવતું બનાવવાની સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ના સ્થાપના દીને એટલે કે ગત 1 મેં થી રાજ્યના 17 હજાર ગામડાઓમાં 15 દિવસ સુધી આ અભિયાન ચલાવવાની હાકલ કરી હતી. જેની આજે કેબિનેટ બેઠકમાં સમીક્ષા કરી કેટલીક મહત્વની સૂચનાઓ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ આપી હતી.


Related News

Loading...
Advertisement