કોરોનાથી ગુજરાતને રાહત : આજે નવા કેસ કરતા સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ

05 May 2021 08:01 PM
Government Gujarat
  • કોરોનાથી ગુજરાતને રાહત : આજે નવા કેસ કરતા સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ

નવા 12955 કેસો સામે 12995 દર્દીઓ સાજા થયા : 133 દર્દીઓના મૃત્યુ : એક્ટિવ કેસ ઘટીને 148124 પર પહોંચ્યા : રિકવરી રેટ 74.85 થયો

રાજકોટઃ
આજે કોરોનાથી ગુજરાતને રાહત મળી છે. આજે નવા કેસ કરતા સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ છે. દૈનિક નોંધાતા કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા વધતા એક્ટિવ કેસ ઘટીને 148124 થયા છે અને રિકવરી રેટ 74.85 થયો છે. આજે નવા 12955 કેસો સામે 12995 દર્દીઓ સાજા થયા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 12955 કેસો નોંધાયા છે. 133 દર્દીઓના મૃત્યુ થયા છે. 12995 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ 792 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 147332 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 7912 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 633427 પર પહોંચ્યો છે.

● જિલ્લા મુજબ નોંધાયેલા કેસો

અમદાવાદ 4248, સુરત 1466, વડોદરા 1107, જામનગર 737, રાજકોટ 561, મહેસાણા 525, ભાવનગર 391, જુનાગઢ 382, ગાંધીનગર 306, પંચમહાલ 237, નવસારી 216, દાહોદ 198, સુરેન્દ્રનગર 195, ગીર સોમનાથ 191, મહિસાગર 188, ખેડા 180, કચ્છ 173, આણંદ 157, અમરેલી - બનાસકાંઠા 156, પાટણ 154, સાબરકાંઠા 147, અરવલ્લી 124, છોટા ઉદેપુર 118, તાપી 113, મોરબી 92, ભરૂચ 91, નર્મદા 87, દેવભૂમિ દ્વારકા 58, પોરબંદર 44, ડાંગ 20, બોટાદ 18.


Related News

Loading...
Advertisement