રાજકોટના ગોંડલ રોડ પર કુરિયરની ઓફિસમાંથી રૂ.25 લાખની લૂંટ કરી ત્રણ લૂંટારું ફરાર

05 May 2021 10:10 PM
Rajkot Crime
  • રાજકોટના ગોંડલ રોડ પર કુરિયરની ઓફિસમાંથી રૂ.25 લાખની લૂંટ કરી ત્રણ લૂંટારું ફરાર

● બાઈક પર આવેલા ત્રણ લૂંટારું બાલાજી કુરિયર એન્ડ કાર્ગોની ઓફિસમાં ઘુસી હાજર કર્મચારીને ખુરશી સાથે બાંધી રોકડ લઈ ફરાર : બનાવની જાણ થતાં ડીસીપી, એસીપી, માલવીયા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દોડી ગઈ ● 10 દિવસમાં લૂંટની બીજી ઘટના : રાજકોટ પોલીસને સીધો પડકાર ફેંકતા ગુનાખોરો

રાજકોટઃ
રાજકોટના ગોંડલ રોડ પર કુરિયરની ઓફિસમાંથી રૂ.25 લાખની લૂંટ કરી ત્રણ લૂંટારું ફરાર થઈ ગયા છે. બાઈક પર આવેલા ત્રણ લૂંટારું બાલાજી કુરિયર એન્ડ કાર્ગોની ઓફિસમાં ઘુસી હાજર કર્મચારીને ખુરશી સાથે બાંધી રોકડ લઈ ફરાર થઈ ગયાની જાણ થતાં જ ડીસીપી ઝોન -2 મનોહરસિંહ જાડેજા, એસીપી ગેડમ, માલવીયા પોલીસના પીઆઇ કે.એન. ભૂંકણ અને ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વી.કે. ગઢવી, પીએસઆઈ પીએમ ધાખડા સહિતના પોલીસ અધિકારીઓ - કર્મચારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફરાર આરોપીઓને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે. શહેરમાં 10 દિવસમાં લૂંટની બીજી ઘટના બનું છે ત્યારે રાજકોટ પોલીસને ગુનાખોરો સીધો પડકાર ફેંકતા હોય તેમ લાગી રહ્યું છે.

લૂંટની ઘટના સાંજે સાતેક વાગ્યા આસપાસ બની હતી. પ્રથમ ભોગ બનનાર હરજીવન ભોગાયતા જણાવતા હતા કે 15 લાખની લૂંટ થઈ બાદમાં 25 લાખ લૂંટમાં ગયાનું ખુલ્યું છે. પોલીસે પૂછપરછ હાથ ધરી ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરી છે. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ પ્રાથમિક પૂછપરછમાં ભોગ બનનાર જણાવી રહ્યા છે કે, થોડા દિવસ પહેલા આંગણીયા મારફત રૂ.25 લાખ આવ્યા હતા જે તેમણે ઓફિસે જ રાખ્યા હતા. સાંજે સાતેક વાગ્યે ત્રણ લૂંટારું બાઈક પર આવ્યા હતા અને ઓફિસમાં ઘુસી તેમને ખુરશી સાથે બાંધી ધાકધમકી આપી રૂપિયા લૂંટી લઈ ફરાર થઈ ગયા હતા. ભોગ બનનારે આપેલી માહિતીમાં કેટલું તથ્ય છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. હાલ નાકાબંધી કરાઈ છે અને અન્ય જિલ્લાની પોલીસને પણ જાણ કરાઈ છે. ઉપરાંત આરોપીઓ કઈ તરફ ભાગ્ય એ જાણવા પોલીસે સીસીટીવી ફૂટેજ શોધી તેની તપાસ કરવામાં આવી રહી છે. આ સિવાય પોલીસની જુદી જુદી ટીમો આરોપીની શોધખોળમાં કામે લાગી છે.

Related News

Loading...
Advertisement