ગીર-સોમનાથ જિલ્લામાં 12મે સુધી પ્રતિબંધાત્મક હુકમો અમલી

06 May 2021 09:50 AM
Veraval
  • ગીર-સોમનાથ જિલ્લામાં 12મે સુધી પ્રતિબંધાત્મક હુકમો અમલી

સોશ્યલ ડિસ્ટન્સ-માસ્ક ફરજીયાત : જીવન જરૂરી ચીજો માટેની દુકાનો ખુલ્લી : અન્ય વેપાર-ધંધા બંધ રાખવા હુકમ

વેરાવળ તા.6
કોરોના વાયરસ કોવિડ-19 મહામારી અંતર્ગત સરકાર દ્વારા તા.6/5/2021 થી તા.12/5/2021 સુધી દિશા નિર્દેશો જારી કર્યા છે.ગીર-સોમનાથ જીલ્લા મેજિસ્ટ્રેટ અજયપ્રકાશે સમગ્ર જીલ્લામાં તા.6 ના બાર કલાક થી તા.12/5/2021 ના છ કલાક સુધી ફોજદારી કાર્યરીતી અધિનિયામ - 1973 ની કલમ 144 ધ ગુજરાત એપીડેમીક ડીસીઝ કોવિડ - 19 રેગ્યુલેશન 2020 અને ધી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ નીચે મુજબનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામા મુજબ સમગ્ર જીલ્લામાં આ સમયગાળા દરમ્યાન તમામ શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરિયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વીમીંગ પુલ અને અન્ય મનોરંજક સ્થળો બંધ રહેશે. એ.પી.એમ.સી. માં ફક્ત શાકભાજી તેમજ ફળફળાદીનું જ ખરીદ વેંચાણ થઇ શકશે, તે દરમિયાન કોવિડ-19 સંબંધિત માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 50 વ્યક્તિઓની મંજૂરી રહેશે.


લગ્ન માટે ઉઈંૠઈંઝઅક ૠઞઉંઅછઅઝ ઙઘછઝઅક પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે. અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ 20 (વીસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. સમગ્ર જીલ્લામાં સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, ઋશક્ષફક્ષભય ઝયભવ સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેક્શન સેવાઓ બેંકોનું ક્લીયરીંગ હાઉસ, એ.ટી.એમ./ સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઇન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50 ટકા સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્ક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહી.


સમગ્ર જીલ્લામાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/મેળાવળાઓ સદંતર બંધ રહેશે. જીલ્લામાં પ્રેક્ષકોની ઉપસ્થિતી વગર સ્પોર્ટ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટર્સ સ્ટેડીયમ/ સંકુલમાં પ્રેક્ષકો વગર રમત ગમત ચાલુ રાખી શકાશે. જીલ્લાના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા / વિધી ધાર્મિક સ્થાનોના સંચાલકો/પૂજારીઓ દ્વારા જ કરવાની રહેશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ 50 ટકા પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. અન્ય રાજ્યોમાંથી ગીર-સોમનાથ જિલ્લામાં પ્રવેશ કરતાં મુલાફરોને છઝઙઈછ ઝયતિં સંબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સુચનાઓ લાગુ રહેશે. તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.


વેરાવળ-પાટણ શહેર નગરપાલિકા વિસ્તારમાં તા.12 મે સુધી રાત્રી કર્ફયુ,
કોરોના વાયરસ કોવિડ-19 મહામારી અંતર્ગત સરકાર દ્વારા તા.6/5/2021 થી તા.12/5/2021 સુધી રાત્રી કર્ફયુ, આવશ્યક સેવા બાબતે તેમજ નાગરિકો માટે જરૂરી નિયંત્રણો દિશા નિર્દેશો જારી કર્યા છે.
વેરાવળ-પાટણ શહેર નગરપાલિકા વિસ્તારમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અજય પ્રકાશે સમગ્ર ગીર-સોમનાથ જિલ્લામાં તા.6/5/2021 થી તા.12/5/2021 છ કલાક સુધી ફોજદારી કાર્યરીતી અધિનિયામ - 1973 ની કલમ 144 ધ ગુજરાત એપીડેમીક ડીસીઝ કોવિડ - 19 રેગ્યુલેશન 2020 અને ધી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામા મુજબ રાત્રી કર્ફયુંના સમયગાળા દરમ્યાન ફક્ત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. આ ઉપરાંત બિમાર વ્યક્તિ, સગર્ભાઓ, અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરની છુટ રહેશે. મુસાફરોને રેલ્વે, એરપોર્ટ એસ.ટી. કે સીટી બસની ટીકીટ રજુ કર્યેથી તેઓને અવરજવરની છુટ રહેશે.રાત્રી કર્ફયુના સમયગાળા દરમ્યાન લગ્ન યોજી શકાશે નહીં. આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલ નાગરિકો / અધિકારીઓ / કર્મચારીઓએ અવરજવર દરમ્યાન માંગણી કર્યેથી જરૂરી ઓળખપત્ર રજૂ કરવાના રહેશે. અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિઓએ તેમનું ઓળખપત્ર, ડોક્ટરનું પ્રીસ્ક્રીપ્શન, સારવારને લગતાં કાગળો અને અન્ય પુરાવાઓ રજુ કર્યેથી અવરજવરની છુટ રહેશે. અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિઓ સાથે ફરજ પણના અધિકારી/ કર્મચારીએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે.


Loading...
Advertisement