સનસનીખેજ દાવો! 2026માં પૃથ્વી સળંગ ત્રણ દિવસ અંધકારમાં ડુબશે

06 May 2021 11:38 AM
Top News World
  • સનસનીખેજ દાવો! 2026માં પૃથ્વી સળંગ ત્રણ દિવસ અંધકારમાં ડુબશે

પોતાને ટાઈમ ટ્રાવેલર ગણાવતા આ યુવકના અત્યાર સુધીના અમુક દાવા સાચા પડયા નથી

લંડન તા.6
પોતાને ટાઈમ ટ્રાવેલર ગણાવતા એક યુવકે એવો દાવો કર્યો છે કે આવતા દાયકામાં સતત ત્રણ દિવસ સુધી સમગ્ર પૃથ્વી રહસ્યમય અંધકારમાં ડુબી જશે.આ યુવક દ્વારા ટીકટોક પર વીડીયો મુકયો છે તેના 6.30 લાખ ફોલોઅર્સ છે. જુદા-જુદા અનેક દાવા સાથેના વીડીયો અપલોડ કર્યા છે તેમાં એક વિડીયો ચાર લાખ વખત જોવામાં આવ્યો છે. તેના દાવા પ્રમાણે 6 જૂન 2026ના રોજ પૃથ્વી પર કંઈક મોટુ થવાનું છે. માનો યા ના માનો પણ 6 જુન 2026ના રોજ કાંઈક થઈને જ રહેશે. સળંગ ત્રણ દિવસ સુધી પૃથ્વી ગાઢ અંધકારમાં ડુબી જશે.આ યુવક દ્વારા પોતાના દાવા વિશે કોઈ તર્ક કે કારણો પેશ કરાયા નથી તેના કથન મુજબ પોતાની કે આકાશ તરફ ન જોતા પ્રકાશ પિરામીડ તરફથી આવી રહ્યો છે. મીણબતી સિવાય અન્ય કોઈપણ પ્રકારની રોશનીનો ઉપયોગ ન કરતા.


હજારો લોકોએ આ વીડીયોના આધારે પ્રતિક્રિયા પેશ કરી છે.પિરામીડ તરફથી આવતા પ્રકાશ વિશે માહિતી રજુ કરવા પણ આગ્રહ કર્યો છે. ત્યારપછી શું થશે તે જણાવવા પણ ક્યું છે તેની સામે યુવકે એક યુવકો જવાબ આપ્યો હતો કે તુર્તમાં વધુ કેટલી માહિતી આપીશ તેનાથી મનની શંકા-સંશય દુર થઈ જશે.એક યુઝરે એવી કોમેન્ટ કરી હતી કે અંધકારથી બીક લાગે છે અને મારી પાસે મીણબતી પણ નથી. આ વખતે ટીવી કે મોબાઈલનો ઉપયોગ થઈ શકશે? અત્રે ઉલ્લેખનીય છે કે ટાઈમ ટ્રાવેલર અગાઉ પણ કેટલાંક દાવા કરી ચૂકયો છે પરંતુ તેમાં સત્યતા મલુમ પડી ન હતી.


Related News

Loading...
Advertisement