મમતા પર દબાણ વધારતું કેન્દ્ર: ગૃહમંત્રાલયની ટીમ કોલકતામાં

06 May 2021 03:49 PM
India Politics
  • મમતા પર દબાણ વધારતું કેન્દ્ર: ગૃહમંત્રાલયની ટીમ કોલકતામાં

ચૂંટણી બાદની હિંસા અંગે રાજયના તંત્રએ રિપોર્ટ ન આપતા કેન્દ્રએ ટીમ દોડાવી: દીદીને સતત દોડતા પગે રાખવાનો વ્યુહ

નવી દિલ્હી તા.6
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ થયેલી હિંસામાં મમતા સરકાર ની મુશ્કેલી વધારતા કેન્દ્ર સરકારે ગૃહ મંત્રાલયની ચાર સભ્યોની એક ટીમને રાજયમાં હિંસાની સ્થિતિ અંગે તપાસ કરીને રીપોર્ટ આપવા જણાવ્યું છે. દિલ્હીથી આજે જ એડીશ્નલ સેક્રેટરીના નેતૃત્વની ટીમ કોલકતા જવા રવાના થઈ છે. અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રાલયે મમતા સરકાર પાસે આ હિંસાનો રિપોર્ટ માંગ્યો હતો પરંતુ કોઈ જવાબ ન આવતા હવે કેન્દ્રીય ટીમને પશ્ચિમ બંગાળ મોકલવામાં આવી છે જે હિંસાગ્રસ્ત ક્ષેત્રોની મુલાકાત લેશે અને અસરગ્રસ્તોને મળશે તથા રાજયના ઉચ્ચ અધિકારીઓના પણ નિવેદન લેશે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ઉપરાંત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના રાજયપાલ સાથે સીધી વાતચીત કરીને તેમની પાસેથી પણ પરીસ્થિતિની માહીતી મેળવી છે. જો કે મમતા બેનરજીએ ગઈકાલે જ હિંસા કાબુમાં લઈ લેવાશે તેવું જણાવ્યું હતું અને છેલ્લા 24 કલાકમાં કોઈ મોટી હિંસાના અહેવાલ નથી. તેમણે આક્ષેપ કર્યો કે કેન્દ્ર સરકારમાં શાસન કરી રહેલ ભાજપ ચૂંટણી હારી જતા હવે રાજય સરકાર સામે આ પ્રકારના પગલાથી તનાવ વધારવા માંગે છે.


Related News

Loading...
Advertisement