હાલ મારૂતિ કાર ખરીદવાનો સુવર્ણ સમય! કંપનીએ જાહેર કર્યું તગડુ રોકડ ડિસ્કાઉન્ટ!

06 May 2021 04:56 PM
India
  • હાલ મારૂતિ કાર ખરીદવાનો સુવર્ણ સમય!
કંપનીએ જાહેર કર્યું તગડુ રોકડ ડિસ્કાઉન્ટ!

મહામારીના સમયમાં કારનું વેંચાણ ઘટતા ગ્રાહકોને આકર્ષવા ઓફર

નવી દિલ્હી તા.6
કોરોના મહામારીની બીજી લહેરે ફરી એકવાર ઓટોમોબાઈલ ક્ષેત્રે ખતરાની ઘંટડી વગાડી છે. દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારૂતી સુઝુકીએ તો ત્યાં સુધી કહી દીધુ કે લોકડાઉનના કારણે વેંચાણ ઘટવાના કારણે તે ઉત્પાદન લગભગ અડધુ કરી શકે છે. આ સ્થિતિમાં ગ્રાહકોને આકર્ષવા અને વેચાણ વધારવા માટે મારૂતીએ પોતાની કારો પર ડિસ્કાઉન્ટ અને આકર્ષક ઓફર જાહેર કરી છે.મારૂતી સુઝુકીની લોકપ્રિય હેયબેક કાર મારૂતી અલ્ટો 800 માટે આકર્ષક ઓફર છે. મેં મહિનામાં આ કાર ખરીદનારને 15 હજાર રૂપિયાનુ રોકડ વળતર મારૂતી સુઝુકી આપી રહી છે. જયારે માઈક્રો-એસયુવી (એસપ્રેસો)ની ખરીદી પર 12 હજાર રૂપિયાનું રોકડ વળતર આપે છે.


મે મહિનામાં મારૂતી વેગન-આર પર રૂા.10 હજારની છૂટ મળી રહી છે. આ ઉપરાંત મારૂતી સુઝુકી પોતાની સેલેરિયો એકસ હેચબેકની ખરીદી પર પણ રૂા.10 હજારની રોકડ છૂટ આપી રહી છે. જોકે 15 હજાર રૂપિયાનું વળતર માત્ર એકસચેંજ બોનસ તરીકે મળી રહ્યું છે.આ ઉપરાંત કંપનીનાં અન્ય મોડેલો-મારૂતી સુઝુકી સ્વીફટનાં એલએકઆઈ વેરીએન્ટ અને એલએકસઆઈ (ઓ) વેરીએન્ટ પર રૂા.30 હજાર, એસયુવી વિટારા બ્રેઝનાં ટોપ વેરિએન્ટસ પર રૂા.10 હજાર મારૂતી વિટારા બ્રેઝા પર રૂા.10 હજારનું વળતર જાહેર કરાયું છે.


Related News

Loading...
Advertisement