શાહરૂખ ખાનની ટીમ નાઈટ રાઈડર્સની કમાન કિરોન પોલાર્ડને સોંપાઈ !

07 May 2021 10:22 AM
Sports
  • શાહરૂખ ખાનની ટીમ નાઈટ રાઈડર્સની કમાન કિરોન પોલાર્ડને સોંપાઈ !

નવીદિલ્હી, તા.7

ઈન્ડિયન પ્રિમીયર લીગની 14મી સીઝનમાં પોતાના ચોગ્ગા-છગ્ગાથી બોલરોને હંફાવી દેનારા કિરોન પોલાર્ડને ખુશખબરી મળી છે. તેને કેરેબિયન પ્રિમીયર લીગ-2021 (સીપીએલ)ની સીઝન માટ્રે ટ્રિનબૈગો નાઈટ રાઈડર્સની કમાન સોંપવામાં આવી છે. તેની આગેવાનીમાં જ પાછલી સીઝનમાં ટીમે ખિતાબ પોતાના નામે કર્યો હતો. પોલાર્ડ આઈપીએલ રમી રહ્યો હતો જેને કોરોનાને કારણે અધવચ્ચે જ રદ્દ કરી દેવાયો છે.

બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની માલિકી હક્કવાળી આ ફ્રેન્ચાઈઝીએ પોલાર્ડને ફરી એક વખત કેપ્ટન તરીકે પસંદ કર્યો છે. પાછલી સીઝનમાં પોલાર્ડની આગેવાનીમાં ટ્રિનબૈગોએ સેન્ટ લૂસિયા જુક્સને હરાવીને ટ્રોફી પોતાની પાસે રાખી હતી. સીઝનમાં પોલાર્ડે 51.75ની સરેરાશથી 207 રન બનાવ્યા હતા જ્યારે તેનો સ્ટ્રાઈક રેટ 200થી વધુનો હતો. આ વખતે પણ ફ્રેન્ચાઈઝીને પોલાર્ડથી એવા જ પ્રદર્શનની આશા રહેશે.

પોલાર્ડ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિન્સનો હિસ્સો છે જ્યારે સીપીએલમાં કોલકત્તા નાઈટ રાઈડર્સની જ કંપનીની ટીમ તરફથી રમે છે. પોલાર્ડ દુનિયાની સૌથી વધુ ટી-20 રમનારા ખેલાડીઓમાં સામેલ છે. તેના નામે 521 ટી-20 મેચમાં 10797 રન છે. કેરેબિયન પ્રિમીયર લીગનો પ્રારંભ 28 ઓગસ્ટથી થો અને તમામ મુકાબલા સેન્ટ કિટસના વોર્નર પાર્કમાં રમાશે.


Related News

Loading...
Advertisement