દેશ સંપુર્ણ લોકડાઉન ભણી ? : સૈન્યને પણ ઉતારી શકે : જબ્બરી ચર્ચા

07 May 2021 04:52 PM
India
  • દેશ સંપુર્ણ લોકડાઉન ભણી ? : સૈન્યને પણ ઉતારી શકે : જબ્બરી ચર્ચા

નિતી આયોગના સભ્ય ડો. પોલનો નવો સંકેત : લોકોના આવાગમન પર પ્રતિબંધ આવી શકે છે : સંક્રમણની ચેઇન તોડવા હવે આખરી વિકલ્પ અપનાવવા કેન્દ્રની તૈયારી

નવી દિલ્હી તા. 7
દેશમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસ અને હજુ મે માસમાં કોરોના પીક પર હશે તથા આગામી બે કે ત્રણ મહીના પછી ત્રીજી લહેર આવી શકે છે તેવી શકયતાને ધ્યાને રાખીને હવે કેન્દ્ર સરકાર ખુદ મેદાનમાં આવે તેવી શકયતા છે અને દેશમાં 21 દિવસનું લોકડાઉન લાદીને વ્યવસ્થા જાળવવાની કામગીરી સ્થાનીક પોલીસ ઉપરાંત સૈન્યને પણ સોંપે તેવી શકયતા પણ નકારાતી નથી.

હિન્દી અખબારના અહેવાલ મુજબ હાલ કેન્દ્ર સરકાર તમામ કામગીરી રાજયો પર છોડી છે પરંતુ તેમ છતા સંક્રમણ કાબુમાં આવે તેવી શકયતા હાલ નજરે ચડતી નથી. મૃત્યુઆંક પણ સતત વધી રહયો છે આ સ્થિતીમાં ખુદ કેન્દ્ર સરકાર કોરોનાના ચેઇન તોડવા માટે 21 દિવસનું લોકડાઉન લાદી શકે છે અને આ લોકડાઉનનો અમલ અત્યંત કડક હશે અને હાલાતને સંભાળવા માટે સૈન્યને હવે જવાબદારી સોંપાય તેવી શકયતા છે.

હાલમાં દેશવ્યાપી લોકડાઉનના મુદે નિતી આયોગ્ય સભ્ય અને કોરોના ટાસ્ક ફોર્સના એક નિષ્ણાંત ડોકટર વિ.કે. પોલે એક પ્રશ્નના જવાબમાં કહયુ હતુ કે સરકાર કોરોનાની ચેઇન તોડવા માટે રાજય સરકારને દિશા નિર્દેશ આપી ચુકી છે. તેમણે કહયું કે દેશમાં વાયરસનું સંક્રમણ સતત વધી રહયુ છે અને તેને રોકવા લોકોની અવર જવર પર પ્રતિબંધ આવી શકે છે. દેશમાં સંપુર્ણ લોકડાઉન આવશે

કે કેમ તેના પ્રશ્ન પર તેઓએ કહયુ કે 29 એપ્રીલે કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે દિશા નિર્દેશ જારી કરવામાં આવ્યા છે અને તેમાં આ પ્રકારના નિયંત્રણોનો નિર્દેશ આપવામાં આવ્યો છે. પોલે કહયુ કે રાજયોને કહેવામાં આવ્યુ છે જયાં પોઝીટીવ કેસ વધુ હોય ત્યાં નાઇટ કફર્યુ લગાવવામાં આવે. સાર્વજનીક સહીતના તમામ પ્રકારના કાર્યક્રમો રોકવામાં આવે તથા મોલ, રેસ્ટોરન્ટ બંધ કરવામાં આવે.

હાલમાં હવે દક્ષિણના રાજયોમાં પણ કોરોના પ્રસરવા લાગ્યો છે અને આ રોજયો પણ લોકડાઉનની તરફેણમાં છે. તેથી આગામી 1 કે 2 દિવસમાં કેન્દ્ર સરકાર કોઇ નિર્ણય લે તો આશ્ચર્ય થશે નહીં. વડાપ્રધાને હાલમાં ફરી એક વખત રાજયના મુખ્યમંત્રીઓ સાથે બેઠકોનો દોર શરુ કર્યો છે. અનેક રાજયો આ પ્રકારના સ્થાનિક લોકડાઉનની મુદત વધારી રહયા છે અને ગઇકાલે એઇમ્સના ડો.રણદિપ ગુલેરીયા એ પણ સંપુર્ણ લોકડાઉનની તરફેણ કરી છે. આ સ્થિતીમાં સરકાર નિર્ણાયક બને તો આશ્ચર્ય થશે નહીં.


Related News

Loading...
Advertisement