હવે બોલીવુડ એકટ્રેસ શિલ્પા શેટ્ટીનો પરિવાર કોરોના સંક્રમિત

07 May 2021 06:26 PM
Entertainment
  • હવે બોલીવુડ એકટ્રેસ શિલ્પા શેટ્ટીનો પરિવાર કોરોના સંક્રમિત

મુંબઇ તા. 7 : બોલીવુડની વધુ એક હસ્તી શિલ્પા શેટ્ટી અને તેનો પરીવાર કોરોનાની ઝપટમાં આવી ગયો છે.શિલ્પાએ ઇન્સ્ટાગ્રામ પર એક ચેટ શેર કરી જણાવ્યું છે કે છેલ્લા 10 દિવસો અમારા પરિવાર માટે કઠોર રહયા. મારા સાસુ-સસરા કોરોનાથી સંક્રમિત થયા ત્યાર બાદ દીકરી સમીશા, પુત્ર વિયાન, મારી મા અને અંતમાં હું અને રાજ પણ કોરોનાથી સંક્રમિત થયા. પરિવારના બધા સભ્યો ઘરમાં આઇસોલેશનમાં છે. શિલ્પાએ વધુમાં જણાવ્યું હતું કે અમારા બે ઇન હાઉસ સ્ટાફ સભ્યો પણ કોરોનાની ઝપટમાં આવ્યા છે અને તેમની સારવાર પણ ચાલી રહી છે. બધા ઠીક છે. મારો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવી ગયો છે.


Related News

Loading...
Advertisement