વરુણ ચક્રવર્તી, સંદીપ વોરિયર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો વધુ એક ખેલાડી કોરોનાગ્રસ્ત

08 May 2021 09:54 AM
Sports
  • વરુણ ચક્રવર્તી, સંદીપ વોરિયર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો વધુ એક ખેલાડી કોરોનાગ્રસ્ત

ન્યુઝીલેન્ડનો બેટસમેન ટીમ સાયફર્ટ કોરોના પોઝિટીવ આવતાં ભારતમાં રહીને જ કરાવશે સારવાર

નવીદિલ્હી, તા.8

કોલકત્તા નાઈટ રાઈડર્સના ખેલાડી ટીમ સાયફર્ટનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ જ કારણથી તે ન્યુઝીલેન્ડ માટે ફ્લાઈટ પકડી શક્યો નથી. ન્યુઝીલેન્ડના વિકેટકિપર-બેટસમેન ટીમ સાયફર્ટનો આરટી-પીસીઆર રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેને હવે ઘેર જવા માટે નેગેટિવ રિપોર્ટની રાહ જોવી પડશે. અત્યારે તે ક્વોરેન્ટાઈન રહેશે. તે કેકેઆરનો ત્રીજો એવો ખેલાડી છે જેનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ જ સપ્તાહે વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર પણ કોરોનાગ્રસ્ત થયા હતા.

આઈપીએલમાં ભાગ લઈ રહેલા ન્યુઝીલેન્ડના ખેલાડીઓ અને અન્ય સભ્યોમાંથી અમુક ચાર્ટર વિમાન મારફતે ન્યુઝીલેન્ડ પરત ફરી ગયા છે. ટીમ સાયફર્ટની ભારતમાં જ સારવાર થશે અને ક્વોરેન્ટાઈન પીરિયડ પૂરો થયા બાદ નેગેટિવ રિપોર્ટ આવશે તો તેને ન્યુઝીલેન્ડ મોકલવામાં આવશે. અત્યારે તે ચેન્નાઈ જવાની રાહ જોઈ રહ્યો છે જ્યાં તેની સારવાર ખાનગી હોસ્પિટલમાં થશે. આ હોસ્પિટલમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી અને ચેન્નાઈ સુપરકિંગ્સના બેટિંગ કોચ માઈકલ હસીની સારવાર ચાલી રહી છે. તેઓ પણ આ જ સપ્તાહે કોરોના પોઝિટીવ આવ્યા હતા.

ન્યુઝીલેન્ડ ક્રિકેટના ચીફ એક્ઝિક્યુટિવ ડેવિડ વ્હાઈટે કહ્યું કે ટીમ માટે વાસ્તવમાં દૂર્ભાગ્યપૂર્ણ છે અને અમે અમારાથી બનતી તમામ પ્રયત્ન કરશું. આશા છે કે સાયફર્ટનો રિપોર્ટ નેગેટિવ આવશે અને ઝડપથી તેને ડિસ્ચાર્જ મળી જશે.


Related News

Loading...
Advertisement