કોરોનાનો ડર-ચિંતા ઓકસીજન લેવલ ઘટાડી નાખે છે: માનસિક મજબૂતી અનિવાર્ય

08 May 2021 10:33 AM
Ahmedabad Gujarat
  • કોરોનાનો ડર-ચિંતા ઓકસીજન લેવલ ઘટાડી નાખે છે: માનસિક મજબૂતી અનિવાર્ય

તંદુરસ્ત વ્યક્તિનું ઓકસીજન લેવલ ઘટી જતુ હોવાથી લોકોને ‘નેગેટીવ વિચારો’ ત્યજવાની તબીબોની સલાહ

અમદાવાદ તા.8
કોરોનાકાળમાં ભયભીત લોકોએ માનસિક મજબૂતી રાખવાનું અનિવાર્ય છે. કોરોના અંગેનો ડર કે ચિંતા તંદુરસ્ત વ્યક્તિના ઓકસીજન લેવલને પણ વિપરીત અસર કરે છે.
અમદાવાદ મેડીકલ એસોસીએશનના કથન મુજબ ચિંતાને કારણે વ્યક્તિના શરીરમાં ઓકસીજન લેવલ પર ગંભીર પ્રભાવ પડે છે. ઓકસીજન લેવલ ઓછુ હોવાનું ગણાવીને લોકો તબીબો પાસે દોડી જતા હોવાના સંખ્યાબંધ કેસો નોંધાયા છે.


નિષ્ણાંત મનોચિકીત્સકોના કહેવા પ્રમાણે કોઈપણ વ્યક્તિ કોરોનાને લગતી જ વાતચીત કે વિચારો કર્યા કરે તો તેને કોરોના સંબંધી અસલામતી થવા લાગે છે. માનસીક તનાવમાં આવી જાય છે. આ એક ચિંતાની અસમતુલા છે. આવા સંજોગોમાં ઓકસીજન લેવલ એકાએક નીચુ આવી જવાનું જોખમ રહે છે. આ જ કારણોસર કોરોનાનું સંક્રમણ થયુ હોય કે ન થયુ હોય લોકોએ પોઝીટીવ હકારાત્મક વિચારો રાખવાનું અનિવાર્ય છે. નકારાત્મક લોકો તથા વિચારોથી દુર રહેવું જોઈએ. કોરોના કાળમાં લોકોએ ધડાધડ ઓકસીમીટર ખરીદ કર્યા છે પરંતુ તે સ્ટાન્ડર્ડ કંપનીનું હોવા વિશે ધ્યાન રાખવાનું જરૂરી છે. અસ્થમા કે ફેફસાના રોગ ધરાવતા લોકોમાં ઓકસીજન લેવલ ઘટવાનું જોખમ વધુ હોય છે. તેઓએ નિયમીત ‘પ્રાણાયામ’ કરવા જોઈએ. ઓકસીજન લેવલમાં એકાએક વધઘટ વખતે લોકો ગભરાઈ જાય છે અને હોસ્પીટલમાં દાખલ થવા દોટ મુકે છે.

કોરોનાની ચિંતામાં ઘેરાઈ જતા લોકોમાં આ સ્થિતિ સર્જાય છે. કારણ કે સંબંધીત વ્યક્તિનું મગજ વધુ ઓકસીજન ખેંચી લ્યે છે એટલે લેવલ ઓછુ આવે છે. પોઝીટીવ અને નેગેટીવ વિચારો ઓકસીજન લેવલમાં મોટો ભાગ ભજવે છે. આ સંજોગોમાં લોકોએ માનસીક રીતે મજબૂત રહેવું અનિવાર્ય છે.


Related News

Loading...
Advertisement