પાંચ માસમાં જ 93 ટકા દર્દીમાં એન્ટીબોડી ખત્મ

08 May 2021 11:27 AM
India Top News
  • પાંચ માસમાં જ 93 ટકા દર્દીમાં એન્ટીબોડી ખત્મ

વૈજ્ઞાનિક અભ્યાસમાં ખુલાસો: વેકસીન જ શ્રેષ્ઠ હથિયાર: પ્રવર્તમાન લહેર ધારણા કરતા ઘણી વ્હેલી આવી ગયાનો નિર્દેશ

નવી દિલ્હી તા.8
કોરોનાકાળમાં 93 ટકા દર્દીઓમાં એન્ટીબોડી માત્ર પાંચ મહિનામાં ખત્મ થઈ ગઈ છે. માત્ર સાત ટકામાં જ એન્ટીબોડી બની છે. કાશી હિન્દુ વિશ્ર્વવિદ્યાલયના વૈજ્ઞાનિકોના અભ્યાસમાં હતા ખુલાસો થયો છે. શોધપત્ર અમેરિકાના આંતરરાષ્ટ્રીય જર્નલ સાયન્સમાં પ્રકાશિત થયુ છે.વૈજ્ઞાનિકો દ્વારા એવો નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે કે કોરોનાની પ્રવર્તમાન ગંભીર લહેરમાં હર્ડ ઈમ્યુનીટી વિકસીત થઈ શકે તેમ નથી. આ પરીસ્થિતિમાં કોરોના સામે લડવાનું સૌથી શ્રેષ્ઠ હથિયાર રસી જ છે.

પ્રવર્તમાન લહેરમાં ખૂબ ઝડપથી વધેલા સંક્રમણ વચ્ચે કાશી યુનિવર્સિટીના પ્રોફેસર જ્ઞાનેશ્ર્વર ચૌબેના વડપણ હેઠળ વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો હતો તેમાં એવું માલુમ પડયું હતું કે ગત વર્ષે સપ્ટેમ્બરથી નવેમ્બર દરમ્યાન સીરો સર્વેમાં જે લોકોમાં 40 ટકા એન્ટીબોડી માલુમ પડી હતી તેમાંથી 93 ટકામાં માર્ચ મહિનામાં માત્ર 4 ટકા એન્ટીબોડી બચી હતી.માત્ર સાત જ વ્યક્તિ એવા હતા કે તેમાં સંપૂર્ણ એન્ટીબોડી હતી સીરો સર્વે વખતે એવુ અનુમાન લગાવવામાં આવતું હતું કે એન્ટીબોડી બની હોય તેવા લોકોમાં તે છ મહિના રહેશે. કોરોનાની પ્રથમ લહેર વખતે લક્ષણ વિનાના સંક્રમીતોની સંખ્યા ઘણી વધુ હતી અને તેમાં એન્ટીબોડી સાવ મામુલી પ્રમાણમાં બની હતી એટલે લક્ષણ વિનાના દર્દીઓ ઝડપથી શિકાર બન્યા હતા.


વૈજ્ઞાનિકોનું એવું કથન છે કે જૂન 2021 સુધી લોકોમાં એન્ટીબોડી રહેશે અને કોરોનાની નવી લહેર ઓગષ્ટમાં આવવાનું અગાઉ અનુમાન હતું પરંતુ તે ખોટુ પડયુ છે અને બીજી લહેર અનુમાન કરતા ઘણી વ્હેલી આવી ગઈ છે.

કોરોના સંક્રમણમાંથી સાજા થઈને રસી લેનારા લોકોમાં એન્ટીબોડી ઝડપથી બની
વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા હવે રસી લઈ લેનારા લોકો પર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે તેમાં પ્રાથમીક પરિણામ એ આપ્યું છે કે પ્રથમ લહેર વખતે સંક્રમીત નહી થયેલા લોકોમાં રસી લીધા બાદ એન્ટીબોડી બનવામાં ચાર સપ્તાહનો સમય લાગ્યો હતો. જયારે સંક્રમીત થઈ ચૂકેલા વ્યક્તિએ રસી લીધાના આઠ-દસ દિવસમાં જ એન્ટીબોડી બની ગઈ હતી. સંક્રમીત લોકોની ઈમ્યુનીટીમાં મેમરી બી કોષિકાનું ઝડપથી નિર્માણ થતુ હોવાનું માલુમ પડયું. આ કોષિકા નવા સંક્રમણની ઓળખ કરીને વ્યક્તિની પ્રતિરોધક ક્ષમતાને સક્રીય કરી દયે છે એટલે અગાઉ સંક્રમીત થયેલા લોકો બીજી લહેરમાં ઝડપથી સાજા થઈ ગયા હતા જયારે પ્રથમ લહેરમાં બચી ગયેલા લોકોમાં વર્તમાન સંક્રમણ વખતે મૃત્યુદર અધિક છે.


Related News

Loading...
Advertisement