રાજકોટ જિલ્લામાં રાહત : જુનાગઢ, સોમનાથમાં કોરોના સંક્રમણ ઉછળ્યું

08 May 2021 12:45 PM
Rajkot Saurashtra
  • રાજકોટ જિલ્લામાં રાહત : જુનાગઢ, સોમનાથમાં કોરોના સંક્રમણ ઉછળ્યું

જામનગર જિલ્લામાં 7ર6 કેસ સાથે સંક્રમણ યથાવત : રાજકોટમાં 386 પોઝિટીવ કેસ સામે 448 દર્દી સ્વસ્થ : કચ્છમાં ફરી પોઝિટીવ કેસ ર00 ને પાર : સૌરાષ્ટ્ર-કચ્છમાં ર4 કલાકમાં ર933 પોઝિટીવ કેસ સામે ર3પ1 દર્દીઓ સ્વસ્થ : 104 દર્દીના મોત

રાજકોટ તા. 8 : સૌરાષ્ટ્ર-કચ્છ કોરોનાની બીજી ઘાતક લહેરમાં પોઝીટીવ કેસ સામે દર્દીઓ સાજા થવાની સંખ્યા પણ વધતા આંશિક રાહત જોવા મળી રહી છે. રાજકોટ જીલ્લામાં પોઝીટીવ કેસ સામે ડીસ્ચાર્જ દર્દીની સંખ્યામાં વધારો થતા થોડી રાહત અનુભવાઇ છે. જયારે જામનગર જીલ્લામાં હજુ સંક્રમણ સ્થીર રહયુ છે. ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર અને કચ્છમાં નવા પોઝીટીવ કેસોની સંખ્યામાં ઉછાળો નોંધાયો છે. શહેરી વિસ્તારો હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ સંક્રમણ વધવા લાગ્યુ છે. કોરોનાની બીજી લહેરમાં વેકસીન રસીકરણ ઝુંબેશ આગળ ધપી રહી છે.


સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા 24 કલાક દરમ્યાન જામનગર જીલ્લામાં 398 શહેર 328 ગ્રામ્ય કુલ 726, રાજકોટ 386 શહેર 110 ગ્રામ્ય કુલ 496, ભાવનગર 289 શહેર 102 ગ્રામ્ય કુલ 391, જુનાગઢ 229 શહેર 253 ગ્રામ્ય કુલ-48ર, ગીર સોમનાથ-231, સુરેન્દ્રનગર-112, અમરેલી-96, મોરબી-80, દ્વારકા-57, પોરબંદર-32, બોટાદ-19 અને કચ્છ-211 સહીત2933 પોઝીટીવ કેસ નોંધાયા છે.જયારે જામનગર-612, રાજકોટ-પ08, ભાવનગર-305, જુનાગઢ-250, ગીર સોમનાથ-71, સુરેન્દ્રનગર-202, અમરેલી-95, મોરબી-59, દ્વારકા-12 પોરબંદર-36, બોટાદ-11 અને કચ્છ-190 મળી કુલ 2351 દર્દીઓ સ્વસ્થ થયા છે. 104 દર્દીઓના મોત નોંધાયા છે.


રાજકોટ
રાજકોટ જીલ્લામાં કોરોનાની ઘાતક લહેરમાં ધીમે ધીમે રાહત જોવા મળી રહી છે. છેલ્લા ર4 કલાકમાં રાજકોટ શહેરમાં 386 નવા પોઝીટીવ કેસ સામે 448 દર્દીઓ સ્વસ્થ થયા છે. શહેરના 386 સામે ગ્રામ્ય-110 મળી કુલ 496 પોઝીટીવ કેસ નોંધાયા છે. 448-શહેર, 60 ગ્રામ્ય મળી 508 દર્દીઓ સ્વસ્થ થયા છે. સતાવાર પ9 દર્દીના મોત જાહેર થયેલ છે.હાલ રાજકોટ શહેરમાં 3482 અને ગ્રામ્ય 1106 મળી કુલ 4587 દર્દીઓ સારવાર હોય છે. શહેરનો કુલ પોઝીટીવ આંક 36824 અને જીલ્લાનો કુલ આંક 47442 નોંધાયો છે.રાજયમાં આજે નવા 1ર064 પોઝીટીવ કેસ સામે 13085 દર્દીઓ સાજા થયા છે.

 

 

 


Related News

Loading...
Advertisement