આ.ભ.પૂ. રત્નસુંદરસૂરિજી મ.ને કોરોનાના ટેસ્ટ માટે બ્રીચ કેન્ડી હોસ્પીટલમાં દાખલ કરાયા : તબીયત સારી

08 May 2021 12:58 PM
Rajkot Dharmik
  • આ.ભ.પૂ. રત્નસુંદરસૂરિજી મ.ને કોરોનાના ટેસ્ટ માટે બ્રીચ કેન્ડી હોસ્પીટલમાં દાખલ કરાયા : તબીયત સારી

પદ્મભૂષણ, રાષ્ટ્રહિત ચિંતક, જૈનશાસન પ્રભાવક

રાજકોટ તા. 8
પદ્મભૂષણ, રાષ્ટ્રહિત ચિંતક, સરસ્વતીલબ્ધ પ્રસાદ, પ્રખર પ્રવચનકાર આચાર્ય ભગવંત પૂ. શ્રી રત્નસુંદરસૂરિજી મહારાજાને ગઇકાલે કોરોનાના ટેસ્ટ માટે મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પીટલમાં દાખલ કરાયાનું આધારભૂત રીતે જાણવા મળેલ છે.પૂ. આચાર્ય ભગવંત શ્રી રત્નસુંદરસૂરિજી મહારાજો વેકસીન લીધાને મહિનો થયો નથી પરંતુ તેમને નબળાઇ જણાતા સંઘના અગ્રણીઓએ પૂજયશ્રીના કોરોનાના ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો હોવાનું સમજાય છે.માહિતી પ્રાપ્ત વિગતો અનુસાર પૂજયશ્રીની તબીયત સારી છે. તેમ પૂ. સાધુ-સાધવીજી ભગવંતોની વૈયાવચ્ચ કરતાં જૈન અગ્રણી દિલીપભાઇ વસાએ જણાવેલ છે.


Related News

Loading...
Advertisement