સુરતમાં મ્યુકોર માઈકોસીસથી 10 દર્દીના મોત: કોરોનાની સાઈડ ઈફેકટ વધી

08 May 2021 12:59 PM
Surat Gujarat
  • સુરતમાં મ્યુકોર માઈકોસીસથી 10 દર્દીના મોત: કોરોનાની સાઈડ ઈફેકટ વધી

અમદાવાદમાં પણ સેંકડો કેસ: ડાયાબીટીક દર્દીઓ વધુ સાવધાન રહે તે જરૂરી

સુરત: ગુજરાતમાં કોરોનાની સાથે સાથે હવે ‘મ્યુકોરમાઈકોસીસ’ અથવા તો કાળી ફેગસની બિમારીના સતત વધી રહેલા કેસમાં સુરતમાં અત્યાર સુધીમાં 10 લોકોના મૃત્યુ થયા છે. રાજકીય અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં આ ‘મ્યુકર માઈકોસીસ’ની બિમારી સતત વધી રહી છે. ખાસ કરીને જેમાં કોરોનામાંથી બહાર આવીને સ્વસ્થ થયા છે અને જેમને ડાયાબીટીસની બિમારી છે અથવા વધી છે તેઓને આ રોગ જીવલેણ સાબીત થઈ રહ્યો છે. કાલી ફેગસ તરીકે ઓળખાતી આ બીમારી નાક, કાન, આંખમાં એક પ્રકારના ફેગસની અસર કરે છે અને દર્દીને બચાવવા આંખ કાઢી નાખવી પડે તે હદ સુધી આ રોગ વિસ્તરી ગયો છે અને આ રોગ નાક અને આંખ મારફત છેક મગજ સુધી પહોંચી જાય છે જે પછી મૃત્યુ સુધીનું કારણ બને છે.


સુરતની કીરણ હોસ્પીટલ નાક, કાન, ગળાના સ્પેશ્યાલીસ્ટ ડો. ભાવિન પટેલનું કહેવું છે કે કોરોનાની બિમારી બાદ જેઓને ડાયાબીટીસ છે તેઓને આ બીમારી વધુ લાગુ પડે છે. આ બિમારીથી પોતાને સૌથી મોટી અસર થઈ છે. તેમાં નાક, કાનમાં વારંવાર આંગળી ન નાખો. સ્વચ્છ રાખી ગરમ પાણી પીઓ તો આ સંક્રમણથી દૂર રહી શકાય છે. કોરોનાના ઈલાજમાં સ્ટેરોઈડના વધુ પડતા ઉપયોગ કે કોઈ વ્યક્તિ ખુદ સ્ટોરોઈડ લેતો હોય તો તેને માટે આ રોગની શકયતા વધે છે.જેઓને ડાયાબીટીસ હોય તે સ્યુગર લેવલને કાબુમાં રાખે તે જરૂરી ચે. ગુજરાત આ પ્રકારના 400થી વધુ કેસ નોંધાયા છે.


Related News

Loading...
Advertisement