સુરેન્દ્રનગરમાં સ્વૈચ્છિક લોકડાઉન વેપારીઓને ભારે પડયુ : તા.12 સુધી બંધ રાખવું પડશે

08 May 2021 02:06 PM
Surendaranagar Saurashtra
  • સુરેન્દ્રનગરમાં સ્વૈચ્છિક લોકડાઉન વેપારીઓને ભારે પડયુ : તા.12 સુધી બંધ રાખવું પડશે
  • સુરેન્દ્રનગરમાં સ્વૈચ્છિક લોકડાઉન વેપારીઓને ભારે પડયુ : તા.12 સુધી બંધ રાખવું પડશે
  • સુરેન્દ્રનગરમાં સ્વૈચ્છિક લોકડાઉન વેપારીઓને ભારે પડયુ : તા.12 સુધી બંધ રાખવું પડશે
  • સુરેન્દ્રનગરમાં સ્વૈચ્છિક લોકડાઉન વેપારીઓને ભારે પડયુ : તા.12 સુધી બંધ રાખવું પડશે

સ્વૈચ્છિક લોકડાઉન કર્યા બાદ તા.12 સુધી તમામ ધંધા રોજગાર બંધ રાખવાનો આદેશ જિલ્લા પોલીસે આપ્યો : વેપારીઓ ધંધો-રોજગાર ખોલવા દેવા માટે જિલ્લા પોલીસને શરણે, તા. 1ર સુધી ખોલવાની ધસીને ના પાડી દેવાઇ

વઢવાણ, તા. 8
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ સતત વધતુ જઈ રહ્યુ છે ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર જિલ્લાની પરિસ્થિતિ સારી છે કોરોના સંક્રમણ પણ થોડા દિવસથી ઘટતો જઈ રહ્યું છે જે સરેરાશ રોજના 150થી વધુ કોરોના પોઝિટિવ કેસ સુરેન્દ્રનગરમાં હતા તે હવે 60થી 65 જેટલા કોરોના વાયરસના પોઝિટિવ કેસ સુરેન્દ્રનગરમાં સરેરાશ નોંધાઈ રહ્યા છે તે એક સુરેન્દ્રનગર જિલ્લા માટે સારી બાબત ગણી શકાય તેમ છે ત્યારે સુરેન્દ્રનગરના વેપારીઓ દ્વારા કોરોના સંક્રમણ ને સંપૂર્ણ નાબૂદ કરવા માટે નગરપાલિકાના પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્યની હાજરીમાં સ્વેચ્છિક લોકડાઉન પાંચ દિવસનું રાખવામાં આવ્યું હતું.


પાંચ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન સુરેન્દ્રનગર ના તમામ વેપારીઓએ કર્યું હતું પરંતુ છઠ્ઠા દિવસે જ્યારે વેપારીઓએ દુકાન ખોલી ત્યારે તાત્કાલિક ધોરણે સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ દ્વારા ધંધા-રોજગાર બંધ કરાવવામાં આવ્યા હતા અને સરકારનો આદેશ હોવાનું જણાવી અને વેપારીઓને ધંધા રોજગાર સુરેન્દ્રનગરની પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવ્યા હતા તે છતાં વેપારીઓએ સાત દિવસ ધંધા રોજગારો સ્વૈચ્છિક રીતે બંધ રાખ્યા હતા.


પરંતુ હવે કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે ત્યારે આર્થિક તંગી ઓ ને પણ નાના વેપારીઓને વર્તાય છે ત્યારે રોજ-બરોજ નો વેપાર ધંધો કરી અને પોતાનો ગુજરાત ચલાવતા નાના વેપારીઓ તથા વેપારી એસોસિયેશનના પ્રમુખ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે ધંધો-રોજગાર ખોલવા દેવા માટે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આ રજૂઆતમાં બપોરે બે વાગ્યા સુધી ધંધો-રોજગાર ખોલવા દેવા માટે જિલ્લા પોલીસ વડા સમક્ષ વેપારીઓએ માગણી મૂકી હતી.


ત્યારે સુરેન્દ્રનગર પોલીસ દ્વારા સંપૂર્ણપણે 12 મે સુધી ધંધા રોજગારો બંધ રાખવાના આદેશ વેપારીઓને આપી દેવામાં આવ્યા છે ત્યારે વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન હોવા છતાં પોલીસ દ્વારા ધંધા-રોજગાર બંધ કરાવવામાં આવ્યા હતા તેનો રોજ પણ રાખવામાં આવ્યો હતો ત્યારે તેને પ્રતિ ઉત્તર આપતાં જિલ્લા નાયબ પોલીસ વડાએ વેપારીઓને જણાવ્યું હતું કે ગાંધીનગરથી ધંધો રોજગાર બંધ કરવાના આદેશ છે જિલ્લામાં કોરોના સંક્રમણ વધતું જઈ રહ્યું છે જેને લઇને ગાંધીનગરથી આદેશ આપવામાં આવ્યા છે કે સુરેન્દ્રનગરની તમામ માર્કેટ બંધ પોલીસ રખાવે.


હાથના કર્યા હૈયે વાગ્યા
સુરેન્દ્રનગરમાં કોરોના ના કાળમાં વ્યવસ્થિત રીતે ધંધા-રોજગાર ચાલી રહ્યા હતા ત્યારે વેપારીઓએ સામે ચડી અને નગરપાલિકાના પ્રમુખ સાથે બેઠક યોજી અને સ્વૈચ્છિક પાંચ દિવસનો લોકડાઉનનો નિર્ણય કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ વેપારી એસોસિએશનના પ્રમુખોએ નગરપાલિકાના પ્રમુખ સાથે બેઠક યોજી અને અચાનક સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરી નાખવામાં આવતા અનેક વેપારીઓમાં રોષની લાગણી વ્યાપી જવા પામી હતી તે છતાં પણ પાંચ દિવસ વેપારીઓ દ્વારા જિલ્લાના હિતમાં પોતાના ધંધા-રોજગાર બંધ રાખવામાં આવ્યા હતા અને સ્વૈચ્છિક લોકડાઉન પાલન કર્યું હતું પરંતુ છઠ્ઠા દિવસે જ્યારે વેપારીઓએ ધંધા-રોજગાર ખોલ્યા ત્યારે પોલીસે તમામ દુકાનો બંધ કરાવી હતી અને જે વેપારીઓ માન્યા ન હતા તેને ધોકાવાળી પણ કરી હતી.ત્યારે વેપારીઓએ સામે ચડીને સ્વેચ્છિક લોકડાઉન કર્યું હતું તે વેપારીઓને જ મોંઘો પડી રહ્યું છે કારણ કે જિલ્લામાં તમામ ધંધા-રોજગાર શરૂ હતા ત્યારે વેપારીઓ સામે ચડી અને નગરપાલિકાના પ્રમુખ પાસે જઈ અને સ્વૈચ્છિક લોકડાઉનની માંગણી કરી હતી અને પાંચ દિવસનું સ્વેચ્છિક લોકડાઉન રાખવામાં આવ્યું હતું હવે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે ધંધો રોજગાર પોલીસ ખોલવા દેતી નથી જેને લઇને વેપારીઓમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે.


વેપારીઓમાં રોષ
સુરેન્દ્રનગરમાં એક તરફ સતત કોરોના સંક્રમણ વધતું જઈ રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગરના વેપારીઓએ સુરેન્દ્રનગરનો હિત ઈચ્છીને પાંચ દિવસનો સ્વેચ્છિક લોકડાઉન આપવામાં આવ્યું હતું ક્યારે લોકડાઉન પત્યા બાદ પણ વેપારીઓને ધંધો-રોજગાર ખોલવા દેવામાં આવતા વેપારીઓમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે લોકડાઉન કરવામાં સૌથી મોટો નગરપાલિકાના પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્યનો રહેલો છે. જ્યારે ધંધો-રોજગાર ખુલ્લા રાખવા દેવા માટે વેપારીઓ જિલ્લા પોલીસને શરણે પહોંચ્યા હતા પરંતુ વેપારીઓ સાથેની રજૂઆત કરવા માટે નગરપાલિકાના પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય વેપારીઓ સાથે જિલ્લા પોલીસ વડા પાસે ન જતા વેપારીઓમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે.


જિલ્લા પોલીસના આદેશ
સુરેન્દ્રનગરના વેપારીઓ ધંધો રોજગાર ખુલ્લા રાખવા દેવા માટે જિલ્લા પોલીસ વડા સમક્ષ ગયા હતા અને રજૂઆત પણ કરી હતી ત્યારે 12 મે સુધી સુરેન્દ્રનગરમાં કોઈપણ જાતની દુકાનો નહીં ખોલવા માટેના આદેશો સુરેન્દ્રનગર પોલીસ દ્વારા આપવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે આ બાબતનો ખુલાસો વેપારીઓ દ્વારા માંગવામાં આવતા જિલ્લા પોલીસે જણાવી દીધું હતું કે ગાંધીનગરથી આદેશ આપવામાં આવ્યો છે જેને લઇને હવે સુરેન્દ્રનગરની બજારો ખુલવા દેશું નહીં અને બજારમાં ધંધા-રોજગાર ખુલ્લા રાખનાર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આવશ્યક ચીજવસ્તુઓને દુકાનો જરૂર ખુલ્લી રહેશે પરંતુ અન્ય ધંધા-રોજગાર 12 મે સુધી બંધ રાખવાના આદેશ જિલ્લા પોલીસે આપ્યા છે.


તમામ ધંધા-રોજગાર બંધ
સુરેન્દ્રનગરનું કોરોના નું હોટસ્પોટ ગણાતું વઢવાણ વહેલી સવારે બંધ કરાવવામાં આવ્યું છે વઢવાણમાં સતત કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે ત્રણ દિવસમાં 132 જેટલા કોરોના પોઝિટિવ કેસ વઢવાણમાં નોંધાયા છે જેને લઇને જિલ્લા પ્રશાસન વિભાગ પોતાના એક્શનમાં માં આવ્યું છે વહેલી સવારે વઢવાણમાં ભરાતી તમામ પ્રકારની બજારો બંધ કરાવવામાં આવી છે ખાસ કરીને શિયાણીની પોળ વિસ્તારમાં ભરાતી બજાર અને જ્યાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોય તે તમામ પ્રકારના ધંધા-રોજગાર વઢવાણ પોલીસ દ્વારા વહેલી સવારે બંધ કરાવવામાં આવ્યા છે.
(તસ્વીર / અહેવાલ : ફારૂક ચૌહાણ - વઢવાણ)


Related News

Loading...
Advertisement