ભારતની કોરોના સંક્રમણ સ્થિતિ વિશ્વની ચિંતા: ટ્રમ્પ શાસનની યાદ અપાવે છે

08 May 2021 03:11 PM
India Top News World
  • ભારતની કોરોના સંક્રમણ સ્થિતિ વિશ્વની ચિંતા: ટ્રમ્પ શાસનની યાદ અપાવે છે

લોકડાઉન લાદે તો આમ આદમીથી અર્થતંત્રની જવાબદારી કેન્દ્ર પર આવી શકે: વેકસીનેશનમાં પણ રાજયોને ફગાવી દીધા

નવી દિલ્હી:
ભારતમાં જે રીતે કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે તેથી સમગ્ર વિશ્વમાં ચિંતા વધી ગઈ છે અને ભારતનું આ સંક્રમણ કઈ બાજુ જઈ રહ્યું છે તેમણે ભાગ્યે જ કોઈ અનુમાન બાંધી શકે છે.

2020માં ભારતમાં હજુ થોડા સો કેસ હતા અને દેશમાં લોકડાઉન લાદી દેવાયુ હતું અને તે પણ ફકત ચાર કલાકમાં જ દેશ બંધ કરી દેવાની જાહેરાત થઈ હતી પણ હવે અમેરિકામાં ટ્રમ્પ શાસન જેવી સ્થિતિ બની રહી છે. માર્ચ-એપ્રિલમાં મૃત્યુઆંક વધી રહ્યો છે અને સરકાર આંખો બંધ કરીને બેઠી છે અને કોરોના તેના સમયે ચાલ્યો જશે તેમ માને છે.

હવે ભારતમાં કોરોનાનું પ્રથમ સંક્રમણ કઈ રીતે પુરુ થયુતેની ચિંતા સરકારે કરી જ નથી અને ભારત પાસે હવે કોરોના સામે લડવાના તેના પોતાના સ્ત્રોત અત્યંત ઓછા છે. લોકડાઉનથી આવકમાં ફટકો પડી શકે છે અને કેન્દ્ર સરકાર તેનો ખર્ચ ઉઠાવવા તૈયાર નથી. આ સ્થિતિ ટ્રમ્પ શાસનની યાદ અપાવે છે. સરકાર હવે તેને આખરી ફરજ પડે તો જ સ્થિતિમાં દરમ્યાનગીરી કરે છે. સરકારનો દાવો છે કે જયાં કોરોના સંક્રમણ વધુ છે ત્યાંજ તે ટાર્ગેટ કરીને નિયંત્રણો લાદે છે.

ભારતમાં હજુ 30-35% ક્ષેત્રમાંજ કોરોના વધુ છે. જો પુરા દેશમાં તે ફેલાય તો શું તે પ્રશ્ર્ન છે. સરકાર એ વાસ્તવિકતાથી કહે છે કે જો લોકડાઉન લંબાવવું પડે તો તેની અર્થતંત્રની જવાબદારી વધી જશે. આવુ જ વેકસીનેશન માટે છે. કેન્દ્રએ એ નિશ્ચીત કર્યુ છે કે વેકસીનેશન બધા માટે પણ કાંતો તે જવાબદારી રાજય ઉઠાવે અથવા પેઈડ વેકસીનેશન થશે અને તેથી એવી સ્થિતિ બનશે કે જેઓને પોસાશે તે વેકસીન લેશે.

રાજયોએ વેકસીન ફ્રી કરી છે પણ તે ઝડપ લાવી શકે તેમ નથી અને તે ઈચ્છે છે કે ધીમે ધીમે ખાનગી ક્ષેત્ર પ્રવેશે તેની રાહ જુએ છે. ભારતને વિદેશી મદદ મળે તો તે પણ મર્યાદીત હશે અને પસંદગીની હશે. સ્થાનિક મેડીકલ ક્ષેત્ર તો ભારતે જ ઉભુ કરવું પડશે.


Related News

Loading...
Advertisement