જય શ્રી રામથી રામ બોલો ભાઈ રામ સુધીની સફર રાજકીય અંધભક્તિનું દુષ્પરિણામ...

08 May 2021 03:12 PM
Dharmik
  • જય શ્રી રામથી રામ બોલો ભાઈ રામ સુધીની સફર રાજકીય અંધભક્તિનું દુષ્પરિણામ...

જો ગુજરાત રાજ્ય ના સરકારી આંકડા ને આંખોમીંચી ને સાચા માનીએ તો કોરોના ના દૈનિક ચાર હજાર કેસમાં તો સરકાર ના હાથપગ ફુલી ગયા છે. આરોગ્યતંત્ર ઘુંટણીયે પડી ગયાની સ્થિતિ આખાય ગુજરાતમાં પ્રવ્રતે છે. હોસ્પિટલમાં ખાટલા, ઓક્સીજન, ઈન્જેક્સન, વેન્ટીલેટર, મેડીકલ સ્ટાફ, એમ્બ્યુલન્સ તો ઠીક હવે શબ વાહીનીઓ પણ ખુટી પડી છે . લોકો પોતાના પરિવારજનો ના જીવ બચાવવા રેમડીસીવર ઈન્જેક્ષન મેળવવા રઝળપાટ કરી રહ્યા છે. સ્વજનો ના જીવ બચાવી લેવાની હડીયાપટી પછીય જીંદગી બચે તો ઠીક નહીતર સ્મશાનમાં અંતિમવિધી માટે રઝળપાટ કરવાની કરૂણ પરિસ્થિતિ છે.


એકજ પક્ષના પચીસ વરસથી વધુના એકધારા એકચક્રી શાસન બાદ પણ આ સ્થિતિ કેમ? આ હાલત માટે જવાબદાર કોણ? આ પ્રશ્ર્નનો જવાબ શોધવા જઈએ તો શાસકો જેટલો જ દોષિત પ્રજાનો એ મોટો વર્ગ પણ છે જેમણે ક્યારેય અસલ મુદ્દાઓ પર મત જ નથી કર્યો. શિક્ષણ અને આરોગ્ય જેવી બે મુળભુત જરૂરિયાત ક્યારેય ચુંટણીમાં મુદ્દા જ નથી બની શક્યા, જેથી આ બન્ને ક્ષેત્ર વેપારનું માધ્યમ બની ગયા. રાજકીય જગતમાં ગુજરાતને હીંદુત્વની લેબોરેટરી તરીકે ઓળખાય છે

જે સ્વયંસિધ્ધ સત્ય છે કે લોકોએ કયા રસ્તે જવાનુ ઉચિત માન્યુ જેનુ અનુચિત પરિણામ આજે ભોગવી રહ્યા છે. કામના બદલે રામ અને હાથમાં ડીગ્રીના બદલે ત્રિશુળ પકડાવી દેવાની રાજરમતના પ્યાદા બનવાનુ આંધળાપણુ આજની લાચારી અને વિવશતાનું કારણ છે. જયશ્રી રામ ના નારા થી શરૂ થયેલી અંધભક્તિ ની રાજકીય સફર રામ બોલો ભાઈ રામ ના મરશીયા રૂદન સુધી પંહોચી એ પાપ માં ભાજપ સરકાર જેટલી જ ભાગીદારી માત્ર ને માત્ર ધર્મના આધારે આંધળુ સમર્થન કરનાર લોકોની પણ છે.


અમદાવાદને કર્ણાવતી નામ આપી મુગલોના શહેરની છાપ ભુંસવાની ભુરકી નાખી શરૂ થયેલો પ્રયોગ ધીરે ધીરે રાજકીય વશીકરણ ના સ્તરે પંહોચ્યો. પરિણામે ત્રીસ વરસે અમદાવાદ કર્ણાવતી તો ના થયુ કોરોનાવતી ચોક્કસ થઈ ગયુ છે. આરોગ્ય, શિક્ષણ, પાણી, ગટર, સફાઈ, સારા રોડ રસ્તા જેવી પ્રાથમિક જરૂરિયાતોને નજરઅંદાજ કરી મંદીર-મસ્જીદ પર મત આપવાના અવેજમાં આજે વિના સારવાર મોત મળી રહ્યુ છે એના જવાબદાર ધર્મના નામે મત પડાવી જનાર અને મત આપનાર બેઉ છે. ગણપતિને દૂધ પીવડાવવાની અફવા દ્વારા મગજની નસબંધી થયેલા લોકોનો એક રાષ્ટ્રીય અઘોષિત સર્વે કરાયો જેનાથી ઉત્સાહીત ભાજપે એને પ્રમુખ હથિયાર બનાવ્યુ. ધર્માંધતા હેઠળ નાગરિક ફરજો ભુલી ગયેલાઓની એક ભીડ તૈયાર કરવામા સફળ થયેલા શાસકો સમજી ગયા કે આ ટોળાને કયા દંડાથી કઈ દીશામાં મનમરજી દોરી શકાય અને તેઓ લાગલગાટ એમને દોરતા રહ્યા. ક્યારેક ગાય ક્યારેક ગંગાને ગોધરા તો ક્યારેક લવજેહાદની લાકડીએ આ ભીડના મસીહા બની ભાજપ મુળ શાસકીય જવાબદારી થી છટકતુ રહ્યું.


ગણપતિ પાછળ દૂધની ટોયલી લઈ દોડનારા આવા મતાંધ લોકોના સમર્થનથી બનેલી સરકારની નિષ્ફળતાના કારણે આજે આપણા ગુજરાતીઓ તેમના સ્વજનોની દોણી પકડી અગ્નિદાહ ની કતારમાં ઉભા છે .જીસ હીંદુ કા ખુન ના ખૌલે ખુન નહી વો પાની હૈ ના ઉશ્કેરાટમાં ઢસડાતી ભીડ આજે સ્મશાનમાં ઠંડી પડેલી લાશોના ઢગલા માટે એટલી જ અપરાધી છે જેટલા આ ઘેટાઓ ને ચારી જતા શાસકો.દુખ એ વાતનુ છે કે કોઈ એક રાજકીય પક્ષના ખુંટે ધર્મની સાંકળે બંધાયેલી માનસિકતા ની સજા તમામ ગુજરાતીઓ ભોગવી રહ્યા છે. બંધ મંદીરો દુઆ માટે અને ઉભરાતી હોસ્પીટલ દવા માટે કામ આવે તેમ નથી.


હવે શું? હોસ્પીટલમા બેડ ના મળે તો રીવરફ્રન્ટ પર તો ખાટલા નખાશે નહી! દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડીયમમા મડદા બળાશે નહી! વિશ્વની સૌથી ઉંચી સરદાર ની પ્રતિમા ને વળગી એમના જેવુ લોખંડી મનોબળ યાચવાનુ, જય શ્રી રામ કરવાનુ, નસીબ હોય તો સાબુત નહીતો રામ બોલો ભાઈ રામ....!
-રાજેશ ઠાકર


Related News

Loading...
Advertisement