આર્જેન્ટીનાએ ભારત પરથી બોધપાઠ લીધો: ચૂંટણી સ્થગીત

08 May 2021 03:12 PM
Top News World
  • આર્જેન્ટીનાએ ભારત પરથી બોધપાઠ લીધો: ચૂંટણી સ્થગીત

નવી દિલ્હી તા.8
કોરોના વાઈરસે ભારત સહિતના વિશ્વના દેશોમાં તબાહી સર્જી છે અને કરોડો લોકો તેની ઝપટે ચડી ગયા છે. સંક્રમણ રોકવા-કાબુમાં લેવાના વિવિધ ઉપાયો વચ્ચે આર્જેન્ટીનાએ ઓગષ્ટમાં યોજાનારી ચૂંટણી પાંચ સપ્તાહ માટે સ્થગીત કરી દીધી છે. આર્જેન્ટીના સરકારે વિરોધપક્ષો સાથેના પરામર્શ-સર્વસંમતિથી ચૂંટણી સ્થગીત કરવાનો આ નિર્ણય લીધો હતો. સરકાર દ્વારા એવું જાહેર કરાયુ છે કે ચૂંટણીથી કોરોના સંક્રમણ તથા મોતનું સંકટ ઉભુ થઈ શકે છે. લોકોના આરોગ્ય માટે તકેદારી રાખવા માટે સર્વસંમતિથી ચૂંટણી સ્થગીત કરવાનો નિર્ણય લેવાયો છે. આ દરમ્યાન મોટાપાયે રસીકરણ કરાશે. મહતમ લોકોના રસીકરણ સુધી ચૂંટણી નહીં કરાય. ભારતમાંથી આર્જેન્ટીનાએ બોધપાઠ લીધો હોવાની છાપ છે. ભારતમાં પાંચ રાજયોમાં ધારાસભા ચૂંટણી બાદ કેસોનો રાફડો ફાટયો હોવાનું રાત્રે નોંધનીય છે.


Related News

Loading...
Advertisement