કોરોનાગ્રસ્તોના વહારે હવે અજય દેવગન અને આનંદ પંડિત: મુંબઈમાં કોવિડ સેન્ટર ખોલશે

08 May 2021 03:13 PM
Entertainment Top News
  • કોરોનાગ્રસ્તોના વહારે હવે અજય દેવગન અને આનંદ પંડિત: મુંબઈમાં કોવિડ સેન્ટર ખોલશે

કોવિડ સેન્ટરમાં ઓકસીજન, આઈસીયુ, વેન્ટીલેટર સુવિધા સહિતનો ખર્ચ ઉઠાવશે

મુંબઈ તા.7
કોરોનાકાળમાં દર્દીઓની વહારે વિવિધ ફીલ્મી હસ્તીઓ આવી છે તેમાં હવે અભિનેતા અજયદેવગન અને ફિલ્મ મેકર આનંદ પંડિતનો ઉમેરો થયો છે. બન્નેએ ગળીને મુંબઈના કેટલાક વિસ્તારોમાં કોવિડ સેન્ટર ખોલ્યા છે તેમાં આઈસીયુ, ઓકસીજનથી માંડીને વેન્ટીલેટર સહિતની સુવિધાઓ છે.

ગત સપ્તાહે જ અજય દેવગને દાદર સ્થિત એક મેરેજ હોલને કોવિડ સેન્ટરમાં તબદીલ કર્યો હતો. આ સેન્ટર પર 20 બેડ, ઓકસીજન અને વેન્ટીલેટરની વ્યવસ્થા દર્દીઓ માટે ઉપલબ્ધ કરાઈ છે.અજય દેવગનના આ નેક કામની પ્રશંસા થઈ રહી છે. જાણવા મળ્યા મુજબ આ કામ માટે ‘થેન્ક ગોડ’, ‘બિગબુલ’ ફિલ્મોના નિર્માતા આનંદ પંડિતે પણ સહયોગ આપ્યો છે. બન્ને મળીને આ સેવા કાર્યને અન્ય જગ્યાએ પણ સ્થાપિત કરવા માંગે છે. આ આઈડીયા અજય દેવગનનો હતો.

આનંદનું કહેવું છે કે અમારી યોજના વધુ બે સેન્ટર ખોલવાની છે. આ સેન્ટર જૂહુ અને બોરીવલીમાં ખોલવામાં આવશે જેમાં 25 બેડ હશે. આનંદે વધુમાં જણાવ્યું હતું કે અમે આ કામમાં અમિતાભ બચ્ચન સરને પણ જોડવાનું વિચારી રહ્યા છીએ. અમે અનેક ડોકટર્સ અને અન્ય એકસપોર્ટસની પણ સહાયતા લઈ રહ્યા છીએ. તેનો પુરો ખર્ચો અમે ઉઠાવશું. આ સિવાય આનંદની ટીમ અનેક એનજીઓને ઓકસીજન ક્ધસન્ટ્રેટર ઉપલબ્ધ કરાવવામાં પણ મદદ કરી રહી છે.


Related News

Loading...
Advertisement