ટીમ ઈન્ડિયા સાથે ઈંગ્લેન્ડ પ્રવાસે જનારો પ્રસિદ્ધ કૃષ્ણા કોરોના પોઝિટીવ

08 May 2021 03:17 PM
Sports
  • ટીમ ઈન્ડિયા સાથે  ઈંગ્લેન્ડ પ્રવાસે જનારો પ્રસિદ્ધ કૃષ્ણા કોરોના પોઝિટીવ

કોલકત્તા નાઈટ રાઈડર્સનો ચોથો ખેલાડી કોરોનાગ્રસ્ત: 25 મે પહેલાં રિપોર્ટ નેગેટિવ નહીં આવે તો ટીમ ઈન્ડિયા સાથે નહીં જઈ શકે

નવીદિલ્હી, તા.8

આઈપીએલમાં કોલકત્તા નાઈટ રાઈડર્સ તરફથી રમનારો ભારતીય ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા કોરોના પોઝિટીવ થયો છે. કૃષ્ણાને એક દિવસ પહેલાં જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ ટેસ્ટ મેચની શ્રેણી માટે ભારતીય ટીમ સાથે સ્ટેન્ડ બાય ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યોહતો. કોચ રવિ શાસ્ત્રીની આગેવાનીમાં 20 સભ્યોની ભારતીય ટીમ 25 મેએ મુંબઈમાં એકઠી થશે અને ત્યાં તૈયાર કરાયેલા બાયો-બબલમાં આઠ દિવસ માટે રહેશે. આ દરમિયાન બેથી ત્રણ વખત તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના ટેસ્ટ થો. ટીમ બે જૂને ઈંગ્લેન્ડ માટે રવાના થો અને ત્યાં પહોંચ્યા બાદ 10 દિવસ ક્વોરેન્ટાઈન રહેશે.

આ પછક્ષ 18 જૂને ન્યુઝીલેન્ડ વિરુદ્ધ સાઉથૈમ્પ્ટનમાં રમાનારા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ફાઈનલ રમવા ઉતરશે. કૃષ્ણણાએ 25 મે પહેલાં કોરોના ટેસ્ટમાં નેગેટિવ આવવું પડશે તો જ તે ભારતીય ટીમ સાથે બાયો-બબલમાં પ્રવેશ કરી શકશે.

ઉલ્લેખનીય છે કે પ્રસિદ્ધ કૃષ્ણા કોરોના પોઝિટીવ થનારો કોલકત્તા નાઈટ રાઈડર્સનો ચોથો ખેલાડી છે. તેના પહેલાં વરુણ ચક્રવર્તી, સંદીપ વોરિય, ટીમ સાયફર્ટ કોરોનાગ્રસ્ત થઈ ગયા છે. ન્યુઝીલેન્ડના વિકેટકિપર-બેટસમેન ટીમ સાયફર્ટ કોરોનાગ્રસ્ત થવાને પગલે ચાર્ટર્ડ પ્લેનથી પોતાના ઘરે પરત ફરી શક્યો નહોતો. તે અમદાવાદમાં ક્વોરેન્ટાઈન રહેશે અને પછી ચેન્નાઈમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવશે. સાયફર્ટ રવાના થતાં પહેલાં બન્ને આરટી-પીસીઆર પોઝિટીવ આવ્યો હતો.


Related News

Loading...
Advertisement