આસામમાં ભાજપનું કોકડું હજુ ગુંચવાયેલું: મુખ્યમંત્રીપદ માટે સોનોવાલ-સરમા વચ્ચે રેસ તેજ

08 May 2021 03:46 PM
India Politics
  • આસામમાં ભાજપનું કોકડું હજુ ગુંચવાયેલું: મુખ્યમંત્રીપદ માટે સોનોવાલ-સરમા વચ્ચે રેસ તેજ

બન્ને નેતાઓ દિલ્હીમા: અમિત શાહ-જે.પી.નડ્ડાને મળ્યા: આખરી નિર્ણય પક્ષનું સંસદીય બોર્ડ લેશે

નવી દિલ્હી: આસામના ધારાસભા ચૂંટણીના પરિણામના પાંચ દિવસ બાદ પણ પૂર્ણ બહુમતી છતાં ભાજપની સરકાર રચવામાં થઈ રહેલા વિલંબમાં આજે મુખ્યમંત્રીપદના બે દાવેદાર સર્વાનંદ સોનોવાલ તથા હિમંત બિશ્ર્વા સરમા વચ્ચેની સ્પર્ધામાં ઉકેલ લાવવા આજે આ બન્ને નેતાઓ સતત બીજા દિવસે બન્ને નેતાઓ મોવડીમંડળને મળ્યા હતા. પહેલા તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહને મળ્યા હતા અને બાદમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી જે.પી.નડ્ડાને તેમના નિવાસે મળ્યા હતા. બન્ને નેતાઓ ગુવાહાટીથી કાલે રાત્રીના ખાસ વિમાનમાં દિલ્હી આવી પહોંચ્યા હતા. તેમની જે.પી.નડ્ડા સાથેની બેઠકમાં પક્ષના મહામંત્રી બી.એલ.સંતોષ પણ જોડાયા હતા. જો કે બન્ને નેતાઓ અલગ અલગ રીતે નેતાઓને મળી રહ્યા છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસમાંથી આવેલા સર્બાનંદ સોનોવાલને મુખ્યમંત્રી બનાવાયા હતા અને હવે આજકાલમાંજ ભાજપનું સંસદીય બોર્ડ મળશે અને આસામમાં નવા સુકાની પસંદ કરશે. રાજયમાં આ બન્નેમાંથી કોઈ એક મુખ્યમંત્રી હશે તે નિશ્ચિત છે.


Related News

Loading...
Advertisement