ગુજરાતમાં આંશિક લોકડાઉન યોગ્ય: વિજય રૂપાણી

08 May 2021 03:57 PM
Gujarat
  • ગુજરાતમાં આંશિક લોકડાઉન યોગ્ય: વિજય રૂપાણી

રાજયમાં ઓકસીજનના અભાવે એક પણ વ્યક્તિનું મૃત્યુ થયુ નથી:રાજયમાં પૂર્ણ લોકડાઉનની વ્યાપાર-ઉદ્યોગ સંગઠનની માંગણી પર પ્રતિભાવ : સંપૂર્ણ લોકડાઉન હાલ નહી તેવો સંકેત: લોકડાઉન કેસની તીવ્રતાના આધારે લદાય છે: ગુજરાતમાં કેસ ઘટી રહ્યા છે: તર્ક:તા.15 મે એ ગુજરાતને વેકસીનના 11 લાખ ડોઝ મળશે: સ્પુતનિકની વેકસીન મેળવવા પણ સરકાર સક્રીય: કેન્દ્ર તરફથી ગુજરાતને કોઈ અન્યાય નહી:બીજી લહેરને રોકવાના પ્રયાસ: રાજય ત્રીજી લહેર માટે પણ તૈયાર છે: ગ્રામીણ ક્ષેત્રને સલામત રાખવાની પ્રાથમીકતા

રાજકોટ: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કોરોનાના નવા પોઝીટીવ કેસ વચ્ચે વધુ  વિશ્વાસભર્યા જાણીતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજયમાં બીજી લહેરના કેસ ઘટી રહ્યા છે અને જો ત્રીજી લહેર આવે તો પણ સરકાર તેને પહોંચી વળવા તૈયાર છે. આજે ‘મારુ ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાનના ભાગરૂપે ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના આરસોડીયા ખાતે ગ્રામ્યજનો સાથે સંવાદ કરવા પહોંચેલા મુખ્યમંત્રી શ્રી મોદીએ જણાવ્યું કે રાજયમાં ઓકસીજનની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતમાં ઓકસીજનના કારણે કોઈ મૃત્યુ નોંધાયુ નથી અને કેન્દ્ર તરફથી ઓકસીજન કે કોરોના સંકટની મદદમાં કોઈ અન્યાય થતો નથી.

દેશના અનેક રાજયો કોરોનાના સંક્રમણની કડી તોડવા માટે પૂર્ણ લોકડાઉન જેવા નિયંત્રણો લાદી રહ્યા છે અને ગુજરાતમાંથી પણ રાજકોટ સહીતના મહાનગરોના વ્યાપારી સંગઠનો આ અધકચરા લોકડાઉનની કોરોનાની કડી તૂટતી નથી પણ વ્યાપારી ધંધા રૂંદાઈ રહ્યા છે તેથી સરકારે કાં તો પૂર્ણ લોકડાઉન લાદવું જોઈએ અથવા તો હાલના નિયંત્રણો ઉઠાવી લેવા જોઈએ તેવી માંગણી કરી રહ્યા છે તે સંદર્ભના એક પ્રશ્નનો જવાબ આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉનની કોઈ આવશ્યકતા નથી. હાલના જે નિયંત્રણો છે તે યોગ્ય હોવાનું શ્રી રૂપાણીએ જણાવ્યું હતું. આમ વ્યાપાર, ઉદ્યોગને ફરી એક વખત નિરાશા સાપડે તેવા સંકેત મુખ્યમંત્રીએ આપી દીધા હતા. રાજયમાં વેકસીનેશનના ચાલી રહેલા કાર્યક્રમમાં અનેક શહેરોમાં વેકસીનેશનની અછત અને 45 વર્ષથી ઉપરની વયના લોકોને અપાતા વેકસીનેશન કાર્યક્રમમાં ‘ગેપ’ પડી રહ્યો છે. તે અંગેના એક પ્રશ્નના જવાબમાં શ્રી રૂપાણીએ કહ્યું કે તા.15 મેથી રાજય માટે 11 લાખ નવા ડોઝ આવશે. રાજય સરકાર સ્પુતનીક વેકસીન માટે પણ ઓર્ડર આપ્યો છે.


કેન્દ્ર તરફથી વેકસીન સહિતના મુદે રાજયને તમામ મદદ આપવામાં આવી રહી છે. તેઓએ રાજયમાં રેમડેસીવીરની અછત અંગેના પ્રશ્ર્નનો જવાબ આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે રેમડેસીવીરનો જથ્થો ઉપલબ્ધ છે છતાં પણ તેના કાળાબજાર કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે. રાજયમાં મેડીકલ સ્ટાફ સહિતની કોઈ અછત ન રહે તે માટે તમામ પ્રયાસો થઈ રહ્યા છે અને ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં સંક્રમણને રોકવા વેકસીનેશન સહિતના પગલા લેવાઈ રહ્યા છે.ગામડાઓને સલામત રાખવા સરકાર પ્રતિબદ્ધ છે. શ્રી રૂપાણીએ આજે કોરોના સંક્રમણને કઈ રીતે અટકાવી શકાય અને સારવાર વિ. અંગે ગ્રામીણ લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો.


Related News

Loading...
Advertisement