હર..હર..મહાદેવ હું કોરોના પોઝીટીવ : કંગના રનૌત

08 May 2021 04:00 PM
Entertainment
  • હર..હર..મહાદેવ હું કોરોના પોઝીટીવ : કંગના રનૌત

અભિનેત્રીએ કહ્યું વાયરસ કઇ રીતે સંક્રમિત કરી ગયો તે ખ્યાલ નથી પણ હું તેને ખત્મ કરીશ

મુંબઇ તા.8
છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદમાં રહેલી બોલીવુડની અભિનેત્રી કંગના રનૌત કોરોના પોઝીટીવ જાહેર થઇ છે. કંગનાએ સોશ્યલ મીડિયામાં પોતાની તસવીર શેર કરીને જણાવ્યું હતું કે છેલ્લા થોડા દિવસથી મને આંખોમાં બળતરા અને થાક લાગતો હતો અને નબળાઇ પણ લાગતી હતી. અમે વાસ્તવમાં હિમાલય જવાના હતા. પરંતુ મારો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે અને મે મારી જાતને કવોરેન્ટાઇન કરી છે. તેમણે એમ પણ કહ્યું કે વાયરસ મારા શરીરમાં કઇ રીતે પ્રવેશ્યો તે મને ખ્યાલ નથી. પરંતુ હું તેને ખત્મ કરીશ. કંગનાએ લોકોને અપીલ કરતા કહ્યું કે વાયરસને તમારા પર હાવી થવા દેશો નહી. જો તમે આ સ્થિતિ થી જોશો તો તે તમને વધુ ડરાવશે. કોઇ સામાન્ય ફલુ છે. આવો આપડે કોવિડ-19 વાયરસની ખત્મ કરીએ. હર..હર..મહાદેવ. કંગનાએ આ સાથે પોતે ઘ્યાનમુદ્રામાં હોઇ તેવી તસવીર પોસ્ટ કરી હતી.

કંગનાએ મમતા બેનર્જીની છબી ખરડાવવા પ્રયાસ કર્યો : એફઆઇઆર
બોલીવુડની બહુ બોલકી અભિનેત્રી કંગના રનૌત વધુ એક વિવાદમાં ફસાઇ છે. હાલમાં જ પશ્ચીમ બંગાળમાં ચૂંટણી બાદના તોફાનોમાં મમતા બેનર્જી પર કોમી હિંસા ભડકે તે રીતે અને ધિક્કારનો પ્રોપેગન્ડાનો આરોપ મૂકયો હતો. જેના આધારે એક સામાજીક અગ્રણી રાજીવ દત્તાએ કંગના રનૌત સામે ફરિયાદ દાખલ કરી છે અને જણાવ્યું છે કે તેણે પશ્ચીમ બંગાળના મુખ્યમંત્રીની છબરી ખરડાવવા પ્રયત્નો કર્યો હતો. આ એકટીવીસ્ટએ ટવીટરએ હાલમાં જ કંગના રનૌતનું એકાઉન્ટ સસ્પેન્ડ કર્યુ જે દ્રષ્ટાંત આપ્યું હતું. કંગનાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પણ આ પ્રકારની ધીક્કારની પ્રવૃતિ કરી છે અને તેથી તેની સામે એફઆઇઆર દાખલ થવી જોઇએ.


Related News

Loading...
Advertisement