નીતિશ કોરોનામાં દિવંગત થયેલા જનતાદળ(યુ)ના નેતાના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરશે

08 May 2021 04:09 PM
India Politics
  • નીતિશ કોરોનામાં દિવંગત થયેલા જનતાદળ(યુ)ના નેતાના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરશે

પટના તા.8
બિહારમાં જનતાદળ (યુ)ના નેતા વિધાન પરિષદના સભ્ય તનવીર અખ્તરનું કોરોનામાં નિધન થયું છે. તેઓ પટનાની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં અને આજે અંતિમ શ્વાસ લીધા છે. મુખ્યમંત્રી નીતિશકુમારે શોક વ્યકત કર્યો છે અને જાહેર કર્યુ છે કે તેમના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે તેનાથી પણ આશ્ચર્ય સર્જાયુ છે. કોરોનાગ્રસ્તના અંતિમ સંસ્કાર અત્યંત કોરોના પ્રોટોકોલ વચ્ચે થાય છે અને મર્યાદીત લોકોને જ હાજરી આપવાની છુટ છે તે સમયે નીતિશકુમારની આ જાહેરાતથી નવો વિવાદ સર્જાયો છે અને રાજકીય સન્માનમાં પોલીસ અને સરકારના મંત્રીઓ તથા અન્ય લોકો હાજર હોય તો કોરોના પ્રોટોકોલ કેમ જળવાશે? તે પ્રશ્ર્ન છે.


Related News

Loading...
Advertisement