હિમાચલમાં અમિતાભ અને ટ્રમ્પના નામે પ્રવેશકાર્ડ ઇશ્યુ થઇ ગયા

08 May 2021 04:10 PM
India
  • હિમાચલમાં અમિતાભ અને ટ્રમ્પના નામે પ્રવેશકાર્ડ ઇશ્યુ થઇ ગયા

સીમલા તા.8
હિમાચલ પ્રદેશમાં પ્રવેશ માટે ખાસ અનુમતિ જરૂરી છે અને તે ઓનલાઇન મળે છે. હાલમાં જ અહીં ઇ-પાસમાં અમિતાભ બચ્ચનના નામે તથા અમેરીકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નામે ઇ-પાસ ઇશ્યુ થઇ ગયા છે. હિમાચલની બહાર રહેનાર લોકો માટે આ પ્રકારના પાસ જરૂરી છે. પરંતુ તેમાં કોઇ ક્રોસ ચેકીંગ થતુ નથી અને તેથી આ પ્રકારના નામે પાસો બનવા લાગ્યા છે અને બતાવાયુ હતું કે બંને ચંદીગઢથી સીમલા આવી રહ્યા છે અને બંને માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને તેમાં યજમાન તરીકે રાજયના સ્વાસ્થય મંત્રી ડો.રાજીવ સેજલનું નામ હતું અને આ પાસને મંજૂરી પણ મળી ગઇ. પછી ખ્યાલ આવતા હવે આ સિસ્ટમ સુધારાઇ છે.


Related News

Loading...
Advertisement