કેન્દ્રીય મંત્રી જયશંકરને લંડનમાં કવોરન્ટાઇન કરાયા? વેઇટર જેવો ડ્રેસ પહેરાવાયો?

08 May 2021 04:11 PM
India
  • કેન્દ્રીય મંત્રી જયશંકરને લંડનમાં કવોરન્ટાઇન કરાયા? વેઇટર જેવો ડ્રેસ પહેરાવાયો?

નવી દિલ્હી તા.8
ભાજપના સીનીયર સાંસદ સુબ્રહ્મણીયમ સ્વામીના નિશાન પર જે આવે તેની ફજેતી થયા વગર રહેતી નથી. હાલમાં જ તેઓએ એક ટવીટ કરીને કોરોના સંક્રમીત લોકોના સંપર્કમાં આવેલા વિદેશ મંત્રી એસ.જયશંકરને નિશાન પર લીધા હતા. તેમણે ટવીટમાં કહ્યું કે વિદેશમંત્રી જયશંકરને લંડનમાં કવોરન્ટાઇન કરાયા છે અને તેમને વેઇટર જેવો ડ્રેસ પહેરવાની ફરજ પાડવામાં આવી હતી. એ વાસ્તવિકતા છે કે એસ જયશંકર હાલમાં જ એક પ્રતિનિધિ મંડળ સાથે લંડન ગયા હતા અને તેમની સાથેના બે અધિકારીઓ કોરોના પોઝીટીવ જાહેર થયા હતા અને તેથી જયશંકરને પણ સંક્રમણ હોવાની શંકા હતી. સ્વામીએ ટવીટ કર્યુ કે વિદેશમંત્રી લંડનમાં કવોરન્ટાઇન છે. વેઇટર જેવો ડ્રેસ પહેરે છે અને હમણાં પોતાના ઘરે નહી આવી શકે. સ્વામીએ એ પણ પડકાર કર્યો કે જો આ ખોટુ હોય તો જયશંકર ટવીટ કરી શકે છે. પણ હજુ સુધી જયશંકરનું ટવીટ આવ્યુ નથી.


Related News

Loading...
Advertisement