ભાજપના સાંસદ રાજીવ પ્રતાપ રૂડીની પોલ ખોલ કરતો પપ્પુ યાદવ

08 May 2021 04:14 PM
India
  • ભાજપના સાંસદ રાજીવ પ્રતાપ રૂડીની પોલ ખોલ કરતો પપ્પુ યાદવ

પટના તા.8
બિહારમાં કોરોના સંક્રમણ વધી રહ્યું ત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ રાજીવ પ્રતાપ રૂડીએ તેના બંગલાની આસપાસ 50 એમ્બ્યુલન્સને ઉભી રાખી દીધી હતી અને એક તરફ તેમના જિલ્લામાં લોકો એમ્બયુલન્સ માટે રાહ જોતા હતા ત્યારે સાંસદે આ રીતે 50થી વધુ એમ્બ્યુલન્સ ઉભી રાખી દીધી તેની તસવીરો અને વિડીયો પૂર્વ સાંસદ પપ્પુ યાદવે જાહેર કરીને રાજીવ પ્રતાપ રૂડીને ખુલાસા કરતા કરી દીધા હતાં. યાદવે તેના ટેકેદારો સાથે જઇને શાસન જિલ્લાના અનમોરમાં રાજીવ પ્રતાપ રૂડીના બંગલા આસપાસના વિસ્તારમાં ખાસ દિવાલ ઉભી કરીને આ એમ્બયુલન્સ ઉભી રાખી હતી અને એવુ પોસ્ટ કર્યુ કે શા માટે કોરોનામાં આ એમ્બયુલન્સ ઉપયોગમાં લેવાતી નથી. જો કે રૂડીએ એવો બચાવ કર્યો કે આ એમ્બયુલન્સના ડ્રાઇવરો કોરોનાના કારણે ફરજ ઉપર નથી અને તેથી એમ્બયુલન્સ અહીં ઉભી રાખી દેવાય છે. પરંતુ એ પ્રશ્ર્ન પૂછાયો કે શું રાજય સરકાર ડ્રાઇવરોની પણ વ્યવસ્થા કરી શકતી નથી?


Related News

Loading...
Advertisement