સંપૂર્ણ લોકડાઉન નથી તેનું આ પરિણામ!

08 May 2021 05:20 PM
Rajkot
  • સંપૂર્ણ લોકડાઉન નથી તેનું આ પરિણામ!
  • સંપૂર્ણ લોકડાઉન નથી તેનું આ પરિણામ!
  • સંપૂર્ણ લોકડાઉન નથી તેનું આ પરિણામ!
  • સંપૂર્ણ લોકડાઉન નથી તેનું આ પરિણામ!
  • સંપૂર્ણ લોકડાઉન નથી તેનું આ પરિણામ!

આવશ્યક સિવાયની પ્રવૃતિઓ બંધ છતાં દુકાનોએ વેપારીઓ-લોકો ‘ટોળટપ્પા’ કરવા ‘ઓટલા પરિષદ’ જેવી સ્થિતિ સર્જે છે

કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે રાજય સરકારે દશેક દિવસ પૂર્વે મીની લોકડાઉન જેવા નિયંત્રણો લાગુ પાડયા હતા. આવશ્યક સિવાયની સેવાઓ-પ્રવૃતિઓ પર રોક મુકી દેવામાં આવી હતી. આ અધકચરા નિયમનો સામે વેપાર જગતમાં ધુંધવાટ પ્રવર્તી રહ્યો જ છે. કેટલાંક વેપારી સંગઠનો દ્વારા સંપૂર્ણ લોકડાઉન લાદવા અથવા તમામ વેપારધંધાને ખુલ્લા મુકી દેવાની માંગ કરવામાં આવી હતી. જો કે, રાજય સરકાર મીની લોકડાઉનના નિર્ણયને વળગી રહી છે. વેપાર સંગઠનોની દલીલ એવી છે કે મીની લોકડાઉનમાં સરકારી છુટછાટને કારણે 60 ટકા ધંધા ચાલુ છે. માત્ર 40 ટકાએ જ ભોગવવાનું આવ્યું છે. કોરોનાને સંપૂર્ણ કાબુમાં લેવામાટે લોકો ઘરમાં રહે તે જરૂરી છે. 60 ટકા ધંધા ચાલુ હોવાથી સરકારનો ઉદેશ્ય સર થતો નથી. સંપૂર્ણ લોકડાઉન ન હોવાથી માર્કેટોમાં દુકાનો બંધ રહેવા સિવાયની અન્ય પરીસ્થિતિ યથાવત રહ્યાનો ઘાટ છે. આવશ્યક ચીજોનું વેચાણ કરતી દુકાનો ચાલુ જ છે. બીનઆવશ્યકની વ્યાખ્યામાં ન આવતી બજારો-દુકાનો બંધ જ રહે છે. છતાં વેપારીઓ કે આસપાસ રહેતા લોકો દુકાનોની નજીક એકત્રીત થાય છે. ઓટલા પરિષદ જેવી પરીસ્થિતિ સર્જીને ટોળટપ્પા કરતા નજરે ચડે છે. આ સંજોગોમાં અત્યારનું મીની લોકડાઉન નિરર્થક હોવાનો ઘાટ સર્જાય રહ્યો છે. (તસ્વીર: દેવેન અમરેલીયા)


Related News

Loading...
Advertisement