ગુજરાતમાં ત્રીજી લહેર માટે તૈયારી? : સોમવારે કોવિડ ટાસ્ક ફોર્સ તજજ્ઞોની સાથે મુખ્યમંત્રીની બેઠક

08 May 2021 05:28 PM
Gujarat
  • ગુજરાતમાં ત્રીજી લહેર માટે તૈયારી? : સોમવારે
કોવિડ ટાસ્ક ફોર્સ તજજ્ઞોની સાથે મુખ્યમંત્રીની બેઠક

ગ્રામ્ય વિસ્તારોમાં ટેસ્ટ-ટ્રેસ-ટ્રીટમેન્ટ પર ભાર

ગાંધીનગર તા.8
રાજ્યમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારી ઓ શરૂ કરવામાં આવી છે. અને આ માટે સરકાર તજજ્ઞ ડોકટરો અને કોવિડ ટાસ્ક ફોર્સ સાથે બેઠકો થકી સંક્રમણ તોડવાની રણ નીતિ અંગે મંથન શરૂ કરવામાં આવ્યું છે.કોરોના સંક્રમણની બીજી લહેરથી સમગ્ર દેશ અને રાજ્ય હાલ ઝઝૂમી રહ્યું છે. તે વચ્ચે આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંતોએ દાવો કર્યા છે કે હજુ પણ કોરોના સંક્રમણ ની ત્રીજી લહેર દેશ અને રાજ્યમાં આવશે . ત્યારે સંભવિત ત્રીજી લહેર ને લઈને રાજ્ય સરકારે અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વીકાર કર્યો છે.મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ આ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કોરોના સંક્રમણની બીજી લહેર ની સામે લડવાની સાથે સાથે આગળના સમયમાં આવનાર કોરોના સંક્રમણની ત્રીજી લહેરની પણ તૈયારીઓ અત્યારથી જ કરી રહી છે. અને આ માટે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે મળતી કોર કમિટીની બેઠકમાં છેલ્લા બે દિવસથી કોરોના સંક્રમણ ની ત્રીજી લહેર ની તૈયારીઓ સંદર્ભે ચર્ચા કરવામાં આવી રહી છે.આ ઉપરાંત આવતા સોમવારે રાજ્ય સરકારના ભજ્ઞદશમ સંક્રમણ સંદર્ભના ટાસ્ક ફોર્સ ના નિષ્ણાત ડોક્ટરો સાથે મુખ્યમંત્રી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ કોરોના સંક્રમણની સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ સંદર્ભે મહત્વની ચર્ચાઓ કરશે અને ખાસ રોડમેપ તૈયાર કરશે.જોકે આ દરમિયાન ગ્રામ વિકાસ કમિશ્નર વિજય નેહરાએ ચોંકાવનારા નિવેદન સાથે સ્પષ્ટ સંકેતો આપ્યા હતાં કે આગામી દિવસોમાં ગ્રામીણ વિસ્તારોમાં કોરોના સંક્રમણ નો વ્યાપ વધશે. જેના કારણે રાજ્યના ગામડાઓને ખાસ સુરક્ષિત બનાવવા પડશે. સાથે સાથે ગ્રામીણ વિસ્તારમાં ટેસ્ટિંગ ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર વિષેશ ભાર મૂકી ગામડા સશક્ત બનાવવા પડશે.


Related News

Loading...
Advertisement