વિશ્વના સૌથી મોટા કાર્ગો વિમાનમાં બ્રિટનથી ત્રણ ઓકિસજન પ્લાંટ,1000 વેન્ટીલેટર આવશે

08 May 2021 05:31 PM
India Top News
  • વિશ્વના સૌથી મોટા કાર્ગો વિમાનમાં બ્રિટનથી
ત્રણ ઓકિસજન પ્લાંટ,1000 વેન્ટીલેટર આવશે

દર મીનીટે 50,000 લીટર ઓકસીજન ઉત્પાદન કરતા વિશાળ પ્લાંટ કાલે ભારત આવી પહોંચશે: બ્રિટન વ્હારે આવ્યું

નવી દિલ્હી તા.8
કોરોના મહામારીમાં ઓકિસજનની અછતનો સામનો કરી રહેલા ભારતની વહારે યુકે આવ્યું છે. યુકેથી ત્રણ વિશાળ ઓકિસજન જનરેશન પ્લાંટ વિશ્ર્વનાં સૌથી મોટા કાર્ગો પ્લેનમાં રવિવારે ભારત આવશે. આ પ્લાંટ દર મીનીટ 500 મીટર જેટલો ઓકિસજન પેદા કરી શકે છે. આ પ્લેન ભારત આવ્યા બાદ ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટી ઓકિસજન પ્લાંટને હોસ્પીટલોને પહોંચાડશે.આ ત્રણ ઓકિસજન જનરેશન પ્લાંટની સાઈઝ 40 ફૂટની છે જે દર મિનિટે 500 લીટર જેટલો ઓકિસજન પેદા કરે છે. જે એક સમયે 50 લોકોને ઓકિસજન પુરો પાડે છે.આ ત્રણ ઓકિસજન જનરેશન પ્લાંટની સાઈઝ 40 ફૂટની છે જે દર મીનીટે 500 લીટર જેટલો ઓકિસજન પેદા કરે છે. જે એક સમયે 50 લોકોને ઓકિસજન પુરો પાડે છે. આ ઓકિસજન પ્લાંટ ઉપરાંત 1000 વેન્ટીલેટર પણ યુકેનાં બેલફાસ્ટથી એન્ટોનોવ એન-124 એર ક્રાફટથી ભારત મોકલાશે.ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યુકેએ 200 વેન્ટીલેટર અને 495 ઓકિસજન ક્ધસન્ટ્રેટરમાં ભારત મોકલ્યા હતા.યુકેનાં ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબે જણાવ્યું હતું કે મહામારીનો, સામનો કરવા યુકે અને ભારત હાથ મીલાવશે. જયાં સુધી આપણે બધા સલામત નથી ત્યાં સુધી કોઈ સલામત નથી.


Related News

Loading...
Advertisement