કિરણ ખેરના નિધનની અફવાથી અનુપમ ખેર લાલઘુમ: ખોટા ન્યૂઝ ન ફેલાવો

08 May 2021 05:43 PM
Entertainment
  • કિરણ ખેરના નિધનની અફવાથી અનુપમ ખેર લાલઘુમ: ખોટા ન્યૂઝ ન ફેલાવો

કેન્સર સામે ઝઝૂમતી કિરણે કોરોના રસીનો બીજો ડોઝ લેતા નજરે પડયા બાદ અફવા ફેલાઈ

નવી દિલ્હી તા.8
જાણીતી એકટ્રેસ અને એકટર અનુપમ ખેરના પત્ની કિરણ ખેરના નિધનની ખબરો ફેલાતા અનુપમ ખેરે સ્પષ્ટતા કરવી પડી હતી કે ન ફેલાઓ ખોટા ન્યુઝ, કિરણ બિલકુલ ઠીક છે. ઉલ્લેખનીય છે કે કિરણ ખેર છેલ્લા કેટલાક સમયથી કેન્સર જેવી ગંભીર બીમારીનો સામનો કરી રહી છે. કીમોથેરાપીના કારણે હાલ તે સ્ક્રીનથી દૂર છે. ઘણા સમયે તે જોવા મળી હતી ડોઝ લેવા પહોંચી હતી. પરંતુ સાંજ થતાં જ અચાનક નેતા નિધનની અફવા ઉડવા લાગી હતી. લોકો સોશ્યલ મીડીયા પર કિરણનો ફોટો શેર કરીને તેને શ્રદ્ધાંજલી આપવા લાગ્યા હતા. આ ખબરોનું ખંડન કરતા પતિ અનુપમ ખેરે ટવીટરમાં લખ્યું હતું- કિરણને લઈને કેટલીક અફવાઓ ઉડી રહી છે, તે બધા ખોટા છે, કિરણ બિલકુલ ઠીક છે, આવી નેગેટીવ ખબરો ન ફેલાવો.


Related News

Loading...
Advertisement