કોરોના સારવારમાં બે લાખથી અધિકની રકમ રોકડમાં ચુકવી શકાશે

08 May 2021 05:44 PM
India
  • કોરોના સારવારમાં બે લાખથી અધિકની રકમ રોકડમાં ચુકવી શકાશે

કેન્દ્ર સરકારે રોકડ ચુકવણીમાં છુટછાટ જાહેર કરી

નવી દિલ્હી તા.8
કોરોનાકાળમાં હોસ્પીટલોના બીલ વધી ગયા છે ત્યારે કેન્દ્ર સરકારે બે લાખથી વધુ રોકડની ચૂકવણીમાં છૂટછાટ જાહેર કરી છે. કોરોના સારવારમાં દર્દી બે લાખથી વધુની રોકડ ચૂકવણી કરી શકશે. જો કે, દર્દી અથવા તેના વતી પેમેન્ટ કરતા તેના સગાસંબંધીનો આધાર કે પાનનંબર દર્શાવવો પડશે.

આવકવેરાના પ્રવર્તમાન નિયમ હેઠળ હોસ્પીટલોને હાલ બે લાખ રૂપિયા સુધીની રોકડનો સ્વીકાર કરવાની છૂટ છે. નવી છુટછાટ સંબંધી નોટીફીકેશન કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડ દ્વારા જારી કરી દેવામાં આવ્યુ છે. નર્સીંગ હોમ તથા અન્ય કોવિડ કેર કેન્દ્રોને પણ આ છૂટછાટો મળશે. ભારતમાં કોરોનાથી પ્રવર્તમાન ખતરનાક લહેરમાં સંક્રમીત થતા કે આડઅસરને કારણે ગંભીર બનતા દર્દીઓને ધરખમ ખર્ચ કરવો પડી રહ્યો છે.

હોસ્પીટલોમાં બે લાખથી વધુની રોકડ ચૂકવણી પર પ્રતિબંધ છે. કરવેરા સલાહકારોએ પ્રવર્તમાન અસાધારણ પરીસ્થિતિમાં છૂટછાટોની માંગ કરી હતી. આ સંજોગોમાં સરકારે માંગ સ્વીકારીને કોરોના સંબંધી સારવારમાં બે લાખથી વધુની રકમ પણ રોકડ રૂપે સ્વીકારવા હોસ્પીટલોને છૂટ્ટ આપી છે. જો કે, પાન કે આધાર નંબર ફરજીયાત કરાયો છે. આ શરત રદ થવી જોઈએ. કારણ કે દર્દીને મદદ કરવા માંગતી વ્યક્તિ ખચકાટ અનુભવશે.


Related News

Loading...
Advertisement