રાહુલે મોદીને પત્ર પાઠવ્યો તો સંબીત પાત્રા બોલ્યા- ગાંધીની ચીન સાથે ‘સાંઠગાંઠ’

08 May 2021 05:51 PM
India
  • રાહુલે મોદીને પત્ર પાઠવ્યો તો સંબીત પાત્રા બોલ્યા- ગાંધીની ચીન સાથે ‘સાંઠગાંઠ’

કોરોનાકાળમાં પણ રાજકીય નેતાઓનું ‘વાકયુદ્ધ’

નવી દિલ્હી તા.8
કોરોનાની ખતરનાક લહેર સામે ભારત ઝઝૂમી રહ્યુ હોવા છતાં રાજકીય નેતાઓ આક્ષેપ- પ્રતિ આક્ષેપો કરવાનું છોડતા નથી. કોરોના મહામારી સામે કેન્દ્ર સરકાર પર નિષ્ફળતાના આક્ષેપ કરવા સાથે તેને કાબૂમાં લેવા માટે કોંગી નેતા રાહુલ ગાંધીએ કેટલાક સૂચનો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પાઠવ્યો હતો.

તે સામે ભાજપી પ્રવકતાએ એવો પ્રહાર કર્યો છે કે ચીન ગાંધી પરિવારનો ઉપયોગ કરે છે. રાહુલ ગાંધી પર નિશાન તાકતા સંબીત પાત્રાએ એમ કહ્યું કે કોરોના ચીનમાંથી ફેલાયો છે. હવે વિશ્વના કોપથી બચવા ચીન ખૂદ બચવા મથે છે અને તેમાં ગાંધી પરિવારનો ઉપયોગ કરે છે. માત્ર ભારત જ નહીં, અમેરિકા-રશિયા જેવા દેશોમાં પણ મોટા રાજકીય પરિવારોને મુઠ્ઠીમાં રાખવા મથે છે અને બદલામાં અનેક મદદ પણ કરે છે. અત્યારે ચીન પોતે બચવા મથે છે.

ચીનના કહેવાથી જ રાહુલ ગાંદી એમ બોલે છે કે કોરોનાને કાબુમાં ન લીધો તો દુનિયા માટે ભારત સંકટ બનશે. ભારતના વિપક્ષી નેતા જ આવા વિધાનો કરે તો ચીનને બીજા કોઈની મદદની જરૂર નહી રહે તેવું વિધાન પણ સંબીત પાત્રાએ કહ્યું હતું. ચીન આ પ્રકારે જ યુદ્ધ લડતું હોય છે તે ખુલ્લુ પડી રહ્યું છે. ગાંધી પરિવારને શું મળશે તે કહેવાની જરૂર નથી.


Related News

Loading...
Advertisement