રાજયના નવ સનદી અધિકારીઓની બદલી

08 May 2021 05:55 PM
Gujarat
  • રાજયના નવ સનદી અધિકારીઓની બદલી

એચ.કે.કોયા સાબરકાંઠાના કલેકટર: ગીર સોમનાથના ડીડીઓ તરીકે રવિન્દ્ર ખટાલે: અમુકની ફેરબદલ

ગાંધીનગર તા.8
પંચાયતોની ચૂંટણી અને ત્યારબાદ કોરોનાની લહેર જેવા કારણોથી વહીવટીતંત્રમાં ધરખમ બદલાવ થઈ શકતા નથી ત્યારે રાજય સરકાર દ્વારા 9 સનદી અધિકારીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. મોટાભાગે જીલ્લા વિકાસ અધિકારીઓની જ ફેરબદલ કરવામાં આવી છે. સુરતના જીલ્લા વિકાસ અધિકારી એચ.કે.કોયાની સાબરકાંઠા કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે. આ પદ પર ડો. રાજેન્દ્રકુમાર પટેલને વધારાનો ચાર્જ હતો તેમાંથી મુક્તિ આપવામાં આવી છે. મહિલા બાળ-વિકાસ વિભાગના ડાયરેકટર એ.એમ.શર્માને ડાંગના કલેકટર બનાવાયા છે જયાં હરજીભાઈ વઢવાણીયાને વધારાનો ચાર્જ હતો. ખેડાના ડીડીઓ ડી.એસ.ગઢવીની સુરત ડીડીઓ તરીકે બદલી કરવામાં આવી છે. જીઆઈડીસીના જોઈન્ટ મેનેજીંગ ડાયરેકટર બચાનીને ખેડાના ડીડીઓ તરીકે નિયુક્ત કરાયા છે. ગ્રામ વિકાસ ખાતાના એડીશ્નલ ગ્રામ વિકાસ કમિશ્ર્નર ડી.ડી.કાપડીયાને તાપીના ડીડીઓ તરીકે નિમણુંક કરવામાં આવી છે. જીપીએસસીના સચીવ કે.ડી.લાખાણીને મહીસાગરના ડીડીઓ તરીકે બદલી કરવામાં આવી છે. મેરીટાઈમ બોર્ડમાં ખાસ ફરજ પરના અધિકારી પી.ડી.પલ્સાણાની નર્મદાના ડીડીઓ તરીકે બદલી કરવામાં આવી છે. ટેકનીકલ શિક્ષણના ડાયરેકટર એ.બી.રાઠોડની બદલી કરીને પંચમહાલના ડીડીઓ બનાવાયા છે.


Related News

Loading...
Advertisement