હવે બહાના નહીં ચાલે : દુકાન બંધ કરવામાં મોડું થઈ ગયું કરીયાણું-દૂધ લેવા ગયો હતો સબંધીને ત્યાં ગયો હતો!!

08 May 2021 05:56 PM
Rajkot
  • હવે બહાના નહીં ચાલે : દુકાન બંધ કરવામાં મોડું થઈ ગયું કરીયાણું-દૂધ લેવા ગયો હતો સબંધીને ત્યાં ગયો હતો!!

કોઈપણ બહાના વગર રાત્રે 8 વાગ્યે ઘર ભેગા થઈ જવાનું રાત્રે વાહનોમાં હરવા ફરવાનું નહીં જો કોઈ બહાર દેખાશે તો પોલીસ દ્વારા જાહેરનામાં ભંગ હેઠળ કડક કાર્યવાહી કરશે

રાજકોટ,તા.8
વિશ્વમાં કોરોના વાયરસ મહામારી ફેલાયેલ હોય જેથી ભારતમાં પણ કોરોના વાઇરસના કેસો ખૂબ જ ઝડપથી વધી રહેલા હોય ગુજરાત સરકાર દ્વારા 36 શહેરમાં રાત્રી કરફ્યુ ઉપરાંત ના નિયંત્રણો લાદી તારીખ 28/04/2021 થી 05/05/2021 સુધી આંશીક લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે.

કોરોના વાઇરસનું સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા હુકમ બહાર પાડી રાજકોટ શહેરમાં રાત્રેના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ લગાડવામાં આવેલ છે.હાલમાં રાત્રીના 8 વાગ્યા પછી રાત્રી કરફ્યૂનું પાલન કરાવવું અતિ આવશ્યક છે પરતું રાત્રીના 8 વાગ્યા પછી પણ લોકો રસ્તા પર અવર-જવર કરતાં હોય છે જે બાબતે પોલીસ દ્વારા પૂછપરછ કરાતા તેવો દુકાન બંધ કરવામાં મોડું થઈ ગયું કરીયાણું - દૂધ લેવા ગયો હતો

સબંધીને ત્યાં ગયો હતો વગેરે બહાના કાઢી નિયમોનું ઉલ્લંઘન કરે છે જે જાહેરનામાના અમલમાં મુશ્કેલી ઊભી કરે છે. જેથી હવે પછી રાત્રી-કરફ્યુ દરમિયાન બિન-જરૂરી બહાર ફરતા લોકો પર કડક કાર્યવાહી કરી તેઓ પર જાહેરનામા ભંગના ગુના દાખલ કરવામાં આવશે.જીવન જરૂરીયાતની ચીજ-વસ્તુના દુકાનદારોએ કરફ્યુ સમય પહેલા ઘરે પહોચી જાય તે રીતે દુકાન બંધ કરવાની રહેશે અને રાજકોટ શહેરની જનતાને પણ પોતાના રહેણાંક મકાનની બહાર નીકળવું નહી

તેમજ કોઈપણ માર્ગ જાહેર રાહદારી રસ્તાઓ,રાજમાર્ગો,શેરીઓ,ગલીઓ,પેટા ગલીઓમાં તથા જાહેર જગ્યાઓ ઉપર ઊભા રહેવું નહી,રખડવું નહી અથવા પગપાળા કે વાહનો મારફતે હરવું-ફરવું નહી. કોરોના વાઇરસનું સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે અને સરકાર દ્વારા બનાવેલ નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માટે પોલીસ ડીપાર્ટમેન્ટ ની ખુબજ મહત્વની ફરજ રહેલ હતી રાજકોટ શહેર જાહેર જનતાએ કોરોના સામેની લડાઈમાં રાજકોટ શહેર પોલીસને ખુબજ સાથ સહકાર આપેલ છે.રાજકોટની જનતા શહેર પોલીસ ને તથા તંત્ર ને સહયોગ આપે તેવી અપીલ છે.


Related News

Loading...
Advertisement