રાજયના 677 એએસઆઇને એડહોક ધોરણે ફોજદારના પ્રમોશન અપાશે

08 May 2021 05:59 PM
Gujarat
  • રાજયના 677 એએસઆઇને એડહોક ધોરણે ફોજદારના પ્રમોશન અપાશે

રાજય સરકારનો નિર્ણય : 11 મહિના માટે હંગામી બઢતી

ગાંધીનગર તા.8
રાજયનાં 677 આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર(એએસઆઇ)ને હંગામી ધોરણે 11 મહિના માટે ઙજઈં તરીકે પ્રમોશન આપવાનો નિર્ણય રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાંની વર્તમાન સ્થિતિને પહોંચી વળવા ગૃહવિભાગે પ્રક્રિયા શરૂ કરી છે જોકે ગુજરાત પોલીસમાં 1660 પીએસઆઈની જગ્યા હાલમાં ખાલી રહી છે ત્યારે આ ખાલી જગ્યાઓ ભરવા માટે ગુજરાત પોલીસના વહીવટી શાખાના પોલીસ મહાનિરીક્ષકએ આ અંગે પરિપત્ર કર્યો છે. જે મુજબ ગુજરાત પોલીસમાં હંગામી ધોરણે પીએસઆઈ બનવા માગતા એએસઆઈને અરજી કરવાની રહેશે. ગુજરાત પોલીસમાં બિન હથીયારી પોલીસ સબ ઈન્સ્પેકટરોની 1660 જેથી જગ્યાઓ લાંબા સમયથી ખાલી પડી રહી છે ત્યારે આ ખાલી જગ્યાઓ પૈકી 677 પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ખાલી જગ્યા ઉપર અનાર્મ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સંપર્ક ના પોલીસ કર્મચારીઓને હંગામી ધોરણે એડહોક બઢતી આપવાની દરખાસ્ત કરવામાં આવી છે નોંધનીય છે કે રાજ્ય પોલીસ તંત્રમાં કેટલાક અનામ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર કે જેઓ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ના પગાર ધોરણનો ઉચ્ચતર પગારધોરણ મેળવી રહ્યા છે તેવા એ એસ આઈ કક્ષાના અધિકારીઓને પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની ખાલી જગ્યા ભરવાની તૈયારી રાજ્યના પોલીસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement