ITC કંપની કોરોનાગ્રસ્ત દર્દીઓની વ્હારે : રાજકોટમાં એનર્જી જયુસ-માસ્ક-સેનેટાઇઝરનો જથ્થો ઉતાર્યો

08 May 2021 06:04 PM
Rajkot
  • ITC કંપની કોરોનાગ્રસ્ત દર્દીઓની વ્હારે : રાજકોટમાં એનર્જી જયુસ-માસ્ક-સેનેટાઇઝરનો જથ્થો ઉતાર્યો
  • ITC કંપની કોરોનાગ્રસ્ત દર્દીઓની વ્હારે : રાજકોટમાં એનર્જી જયુસ-માસ્ક-સેનેટાઇઝરનો જથ્થો ઉતાર્યો
  • ITC કંપની કોરોનાગ્રસ્ત દર્દીઓની વ્હારે : રાજકોટમાં એનર્જી જયુસ-માસ્ક-સેનેટાઇઝરનો જથ્થો ઉતાર્યો

જૈન અગ્રણી દિલીપભાઇ વસાની મધ્યસ્થીથી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ અને પોલીસ વિભાગને જથ્થો અર્પણ : સતત બીજા વર્ષે ITC કંપની રાજકોટના કોવિડ દર્દીઓની મદદે પહોંચી

રાજકોટ તા. 8 :
રાજકોટના સમસ્ત જૈન સમાજમાં જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ કરતાં દિલીપભાઇ વસાનું ધાર્મિક તથા સામાજીક ક્ષેત્રે અપુર્વ યોગદાન રહયું છે. કોરોનાની પ્રથમ લહેરમાં રૂા.40 લાખના જયુસ (આઇટીસી-કલકતા) નું વિતરણ રાજકોટમાં તેમના થકી થયેલ અને કોરોનાની બીજી લહેરમાં રૂ.10 લાખના માસ્ક અને સેનેટાઇઝરનું વિતરણ બોલબાલા ટ્રસ્ટ દ્વારા કોવિડના દર્દીઓ, પોલીસ તંત્ર તથા કોરોના વોરિયર્સમાં થનાર છે. સમગ્ર વ્યવસ્થા દિલીપભાઇ વસાએ ગોઠવી છે. દેશની સુપ્રસિધ્ધ આઇટીસી કંપની દ્વારા દેશમાં આવી પડેલી કોરોનાની આફતમાં કોવીડ દર્દીઓને હરહંમેશ મદદ પુરી પાડવાની નેમ સાથે દેશભરમાં પોતાનું યોગદાન પુરુ પાડી રહી છે. આ કંપનીમાં જૈન સમાજ રાજકોટના દિલીપભાઇ વસાના પુત્ર પલક વસા ચાર્ટડ એકાઉન્ટની જવાબદારી સંભાળતા હોય તેમના પિતાજી દિલીપભાઇ વસાના પ્રયાસો અને પ્રયત્નોથી આઇટીસી કંપનીએ ગત વર્ષની માફક આ વર્ષે બોલબાલા ટ્રસ્ટ અને પોલીસ વિભાગને કોરોના દર્દીઓ માટે માસ્ક અને સેનેટાઇઝરનું નિ:શુલ્ક ભેટ આપી છે. આઇટીસી કંપનીએ રાજકોટના જૈન અગ્રણી દિલીપભાઇ વસાની મધ્યસ્થીથી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટને ર0 હજાર લીટર જયુસ અને નિતીનભાઇ પટેલના ચેરીટેબલ ટ્રસ્ટને 10 હજાર લીટર જયુસ (કોવીડ સામે એનર્જી આપતા જયુસ) ગત વર્ષે આપ્યા હતા. જેની અંદાજીત કિંમત રૂ.40 લાખ થવા જાય છે. ગત વર્ષે આઇટીસી કંપનીએ આપેલ જયુસ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના જયેશભાઇ ઉપાધ્યાય, સુનીલભાઇ કોઠારી, દિલીપભાઇ વસાની ઉપસ્થિતિમાં કોવીડ દર્દીઓને જયુસનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ વર્ષે સન 2021ના વર્ષમાં કોરોનાની બીજી લહેર રાજકોટમાં પ્રસરી વળી છે. ત્યારે આઇટીસી કંપનીએ ફરી દિલીપભાઇ વસાની મદદથી રાજકોટ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટને 1 હજાર લીટર જયુસ, માસ્ક, સેનેટાઇઝર તથા પોલીસ કમિશ્નરને 1 હજાર લીટર જયુસ, માસ્ક, સેનેટાઇઝર આપવામાં આવ્યા છે. જે કોવીડ દર્દીઓને માટે વપરાશે. કલકતાની આઇટીસી કંપનીનાં બોમ્બે સેન્ટરના હેડ આશીષ પોલ, નલીન શેઠ્ઠી (મુંબઇ) અને અપુર્વ ભટ્ટ (અમદાવાદ) દ્વારા રાજકોટની સામાજીક સંસ્થાઓ અને પોલીસની મદદથી કોવીડ દર્દીઓને એનર્જી આપતા જયુસ તથા માસ્ક, સેનેટાઇઝરનો જથ્થો દિલીપભાઇ વસા મારફત પહોંચતો કર્યો છે. આઇટીસી કંપનીની આ સેવાકીય ઉમદા ભાવનાને દિલીપભાઇ વસાએ બિરદાવી આભાર માન્યો હતો.


Related News

Loading...
Advertisement