પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત 3300 મેટ્રીક ટન ઘઉં સાથે માલગાડી રાજકોટ આવી પહોંચી

08 May 2021 06:05 PM
Rajkot
  • પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત 3300 મેટ્રીક ટન ઘઉં સાથે માલગાડી રાજકોટ આવી પહોંચી

આ ઘઉં રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લામાં વિતરણ કરાશે : કોરોના મહામારી અને તેના કારણે આર્થિક સંકટનો સામનો કરી રહેલા અનેક ગરીબ પરિવારો સુધી ઘઉંનો જથ્થો પહોંચાડાશે `

રાજકોટ, તા. 8
કોરોના અને તેના કારણે આવેલા મિનિ લોકડાઉન અને નાઇટ કફર્યુના કારણે અનેક ગરીબોની રોજગારીને અસર પડી છે. ત્યારે કેન્દ્ર સરકાર અનેક ગરીબ પરિવારોને અનાજનો જથ્થો પહોંચાડી રહી છે, જેના ભાગરૂપે આજે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ટ્રેન અનાજના જથ્થા સાથે રાજકોટ આવી પહોંચી હતી.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત હરિયાણાના તોરીનાથી 3300 મેટ્રીક ટન ઘઉંના ગુણ ભરેલી ગુડસ રાજકોટ ખાતે આવી પહોંચી હતી.કેન્દ્ર સરકાર દ્વારા રાજય સરકારને એક મહિના દીઠ 1 લાખ 71 હજાર મેટ્રીક ટન અનાજ ફાળવવામાં આવ્યું છે.

તે પૈકી પ0 હજાર મેટ્રીક ટન અનાજ ગુજરાતને મળ્યું છે. ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા દ્વારા ગુજરાતમાં ઘઉંનો આ પુરવઠો પહોંચાડવાની કામગીરી થઇ રહી છે. આ ઘઉં રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લાને વહેંચવામાં આવશે. રાજકોટ જિલ્લા પુરવઠા વિભાગનો આ ઘઉં કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. આ ઘઉં ખાસ કરીને કોરોના મહામારીની બીજી લહેરથી આર્થિક સંકટોનો સામનો કરી રહેલા અનેક ગરીબ પરિવારોને પહોંચાડવામાં આવશે.


Related News

Loading...
Advertisement