મારૂ ગામ કોરોના મુકત ગામ અંતર્ગત

08 May 2021 06:09 PM
Gujarat
  • મારૂ ગામ કોરોના મુકત ગામ અંતર્ગત
  • મારૂ ગામ કોરોના મુકત ગામ અંતર્ગત

મુખ્યમંત્રીએ કલોલના આરસોડીયાના કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી : ગ્રામજનો સાથે સંવાદ કર્યો

ગાંધીનગર તા.8
મારૂ ગામ કોરોના મુકત ગામ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કલોલના આરસોડીયા ગામની મુલાકાત લઇ કોવિડ કેર સેન્ટરનું રૂબરૂ નિરીક્ષણ કર્યુ હતું. જયાં ગામની આઇટીઆઇમાં કોવિડ કેર સેન્ટર તૈયાર કરવામાં આવેલા સેન્ટરનું જાતે નિરીક્ષણ કર્યુ હતું.

મારૂ ગામ કોરોના મુકત ગામ અભિયાન અંતર્ગત રાજયભરમાં 248 તાલુકાના ગામોમાં 14926 કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર 1.3પ લાખ બેડની સુવિધા સાથે કાર્યરત કરાયા હોવાનો રાજય સરકારનો દાવો છે. આ તકે મુખ્યમંત્રી વિજયભાઇએ જણાવ્યું કે રાજય સરકારે 2.5 કરોડ વેકસીન ડોઝનો ઓર્ડર આપી દીધો છે. જેમ જેમ વેકસીનના ડોઝ મળી રહ્યા છે. તેમ તેમ લોકોને વેકસીન અપાઇ રહી છે. વધુમાં કોરોના જાગૃતિ અંતર્ગત પોતાના વિચારો વ્યકત કરતા જણાવ્યું હતું

કે કોરોનામાં જો ડર ગયા વો મર ગયાના સૂત્રનો ઉલ્લેખ કર્યો હતો અને નાગરીકોને અપીલ કરી હતી કે કોરોનાથી ડરવાની જરાય જરૂર નથી કારણ કે હવે શહેરોના કેસ ઘટે છે. પરંતુ ગામડાઓમાં વધે છે. હવે આપણે ગામડાને બચાવવુ પણ જરૂરી છે. સાથે ગ્રામજનો સાથે પણ સંવાદ કર્યો હતો. કોરોનાના વધતા કેસનું પરિષણ કરવા મુખ્યમંત્રી વિવિધ તાલુકાના ગામોની મુલાકાત લઇ રહ્યા છે. કોવિડ કેર સેન્ટરનું રૂબરૂ નિરીક્ષણ કરી રહ્યા છે.


Related News

Loading...
Advertisement