કોરોના નિયમોનું પાલન કરાવવા શાકભાજી યાર્ડમાં લાકડા-કાંટાલી વાડની આડશો: તંત્રને હાશકારો

08 May 2021 06:11 PM
Rajkot
  • કોરોના નિયમોનું પાલન કરાવવા શાકભાજી યાર્ડમાં લાકડા-કાંટાલી વાડની આડશો: તંત્રને હાશકારો
  • કોરોના નિયમોનું પાલન કરાવવા શાકભાજી યાર્ડમાં લાકડા-કાંટાલી વાડની આડશો: તંત્રને હાશકારો

સૌથી મોટા બે પ્લેટફોર્મમાં બે દિવસે કામગીરી પૂર્ણ: સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવવા કદમ ઉઠાવાયા: પોલીસનો પણ પહેરો

કોરોના સંક્રમણ અટકાવવા માટે ભીડભાડ ધરાવતા સ્થળોએ અનેકવિધ પગલા સાથેનો એકશન પ્લાન અમલમાં મુકવામાં આવ્યો છે. આવશ્યક ચીજોમાં સામેલ શાકભાજીની હરરાજી દરમ્યાન હજારો લોકો ઉમટતા હોવાનું ધ્યાને આવ્યા બાદ પોલીસ તથા સંચાલકો દ્વારા સંયુકત વ્યુહ ઘડવામાં આવ્યો હતો. ભીડ ન થાય તે અને સોશ્યલ ડીસ્ટન્સીંગ જેવા નિયમનોનું પાલન થઈ શકે તે 10 પૈકીનાં સૌથી મોટા બે પ્લેટફોર્મમાં કાંટાળી વાડ લાકડાની આડસ ઉભી કરવામાં આવી છે. લોકો આ પ્લેટફોર્મમાં સીધા ન જઈ શકે તેવો આશય છે. બીજા પ્લેટફોર્મમાં જવા માટે મોટુ ચકકર કાપવુ પડે અથવા દુરથી ઉભા રહીને જ વાતચીત કે વેપાર કરવા પડે. સુત્રોએ કહ્યું કે બે દિવસથી કામ ચાલુ હતું તે ગઈ મધરાત્રે પૂર્ણ થયુ હતું.આજે સવારની હરરાજીમાં તેની અસર દેખાઈ હોય તેમ ભીડ ઓછી થઈ હતી. ઉપરાંત ગામે ગામથી શાકભાજી લઈને આવતા વાહનોમાં ચાલક સહીત માત્ર બે ને જ પ્રવેશ અપાય છે. બીનજરૂરી આંટાફેરા કરનારાને તગેડી મુકવામાં આવે છે. ભીડ ન થાય તેની તકેદારી રાખવા યાર્ડ દ્વારા વધારાનો સ્ટાફ મુકાયો જ છે. ઉપરાંત પોલીસનો પણ પહેરો છે માસ્ક વિના માલુમ પડતા લોકો પાસેથી 100 રૂપિયાના દંડની પણ વસુલાત કરવામાં આવી રહી છે. ચાર દિવસથી રોજ 15-20 લોકો ઝપટે ચડતા રહ્યા છે. (તસ્વીર: દેવેન અમરેલીયા)


Related News

Loading...
Advertisement