રાત્રી કફર્યુમાં 119 લોકો પોલીસની ઝપટે ચડયા

08 May 2021 06:12 PM
Rajkot
  • રાત્રી કફર્યુમાં 119 લોકો પોલીસની ઝપટે ચડયા

વધુ પેસેન્જર બેસાડનાર 14 રીક્ષા ચાલકો સામે કાર્યવાહી

રાજકોટ તા. 8 : ગઇકાલે રાત્રે કફર્યુ ભંગ કરી બહાર નીકળેલા 119 લોકો સામે ગુનો દાખલ કરાયો હતો. ઉપરાંત રીક્ષામાં વધુ પેસેન્જર બેસાડનાર 14 રીક્ષા ચાલકો સામે કાર્યવાહી કરાઇ હતી. માસ્ક પહેર્યા વગર નીકળ્યા બાદ દંડ ભરવાની ના પાડનાર 15 વ્યકિતઓ સામે ફરીયાદ નોંધાઇ હતી. જયારે નિયમ વિરુધ્ધ ખાણીપીણી, ફરસાણ, સિંગ દાળીયાની રેકડીઓ વગેરે ખુલ્લુ રાખનાર 8 ધંધાર્થીઓ સામે ગુનો નોંધાયો હતો. અપવાદરૂપ દુકાનોમાં સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનાર 1 વેપારી સામે ફરીયાદ નોંધાઇ હતી. ગઇકાલે જાહેરનામા ભંગના કુલ 158 કેસ નોંધાયા હતા.


Related News

Loading...
Advertisement