કોરોનાની મહામારીમાં નિયમોનું પાલન કરનાર ગામ, સોસાયટી અને એસોસીએશનને પ્રોત્સાહિત કરતી પોલીસ

08 May 2021 06:15 PM
Rajkot
  • કોરોનાની મહામારીમાં નિયમોનું પાલન કરનાર ગામ, સોસાયટી અને એસોસીએશનને પ્રોત્સાહિત કરતી પોલીસ
  • કોરોનાની મહામારીમાં નિયમોનું પાલન કરનાર ગામ, સોસાયટી અને એસોસીએશનને પ્રોત્સાહિત કરતી પોલીસ
  • કોરોનાની મહામારીમાં નિયમોનું પાલન કરનાર ગામ, સોસાયટી અને એસોસીએશનને પ્રોત્સાહિત કરતી પોલીસ
  • કોરોનાની મહામારીમાં નિયમોનું પાલન કરનાર ગામ, સોસાયટી અને એસોસીએશનને પ્રોત્સાહિત કરતી પોલીસ

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા ગામ, સોસાયટીઓ અને એસોસીએશનોને પ્રમાણપત્ર આપી બિરદાવામાં આવ્યા

રાજકોટ તા.8
વિશ્વમા કોરોના વાયરસ મહામારીમાં ગુજરાત સરકાર દ્વારા માર્ગદર્શીકા જાહેર કરવામાં આવેલ છે જે માર્ગદર્શીકાનું પાલન રાજકોટ શહેર પોલીસ દ્વારા સખ્તપણે કરાવવામાં આવી રહેલ છે જેમાં રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ,સંયુક્ત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ,નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન -1 પ્રવિણકુમાર મીણા અને નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન -2 મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન અને સુચના હેઠળ સમગ્ર રાજકોટ શહેર પોલીસ કામગીરી કરી રહેલ છે.

રાજકોટ શહેર પોલીસ કોવિડ19 ના સંક્રમણ અન્વયે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શીકાનું ચુસ્તપણે પાલન કરાવી રહેલ છે જેમાં નિયમોનું ઉલ્લઘંન કરનાર વ્યકિતઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં જાહેરનામા ભંગના કેસો,વાહન ડીટેઇન,જાહેરમાં માસ્ક નહીં પહેરવા તથા જાહેરમા થુંકવા બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.

રાજકોટ શહેર પોલીસ દ્વારા લોક જાગૃતી ફેલાવી કોરોના વાયરસની મહામારી ફેલાતી અટકાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.શહેર પોલીસ દ્વારા કોવિડ19 ના સંક્રમણ અન્વયે નિયમોનું ચુસ્તપણે અમલવારી કરેલ હોય તેને બીરદાવવાનું નકકી કરેલ આ શ્રેષ્ઠ સોસાયટી,ગામ,વેપારી એશોસીએશન નકકી કરવા એક કમીટીની રચવામાં આવેલ અને તેમાં જુદા જુદા ક્રાઇટેરીયાઓ નકકી કરવામાં આવેલ હતા

પોલીસ દ્વારા માર્ગદર્શીકાનું ચુસ્તપણે પાલન કરનાર સોસાયટી,ગામ , વેપારી એશોસીએશન નક્કી કરવામાં આવેલ હતા. જેમા ઝોન -1 વિસ્તાર ઉતર ડીવીઝનમાં ગોલ્ડ ડીલર એસોશીએશન,ઇમીટેશન માર્કેટ એસોશીએશન,કાગદળી ગામ તા.જી.રાજકોટ,પૂર્વ ડીવીઝન- કબીરવન સોસાયટી,અવંતીકા પાર્ક,,રાજસમઢીયાળા ગામ તા.જી.રાજકોટ,ઝોન -2 વિસ્તાર પશ્ચિમ ડીવીઝન તુલસી બંગ્લોઝ સોસાયટી, રૈયારોડ,દક્ષિણ ડીવીઝન- એ.પી.પાર્ક,150 ફુટ રીંગ રોડ,મવડી રોડ વેપારી એસોશીએશન રાજકોટ.આ સોસાયટી , ગામ,વેપારી એસોશીએશને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા પ્રશંસાપત્ર પાઠવી તેઓને બીરદાવવામા આવેલ તેમજ તેઓને માસ્ક તથા સેનેટાઇઝર આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.


Related News

Loading...
Advertisement